લૉકડાઉનના કારણે ડેરી ઉદ્યોગ માટે કાર્યકારી મૂડી લોન ઉપર વ્યાજ સહાયતા

કોવિડ-19ના સમયગાળામાં ઊભી થયેલી વિપરિત આર્થિક અસરોને નાબૂદ કરવા મસ્ત્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયે “ડેરી ક્ષેત્ર માટે કાર્યકારી મૂડી લોન ઉપર વ્યાજ સહાય” યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ડેરી પ્રવૃતિઓ સાથે સંકળાયેલી ડેરી સહકારી અને ખેત ઉત્પાદન સંસ્થાઓને સહાયતા પ્રાપ્ત થશે. સહકારી સંસ્થાઓ અને ખેડૂતોની માલિકીની દૂધ ઉત્પાદન કંપનીઓની કાર્યકારી મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અનુસૂચિત વાણિજ્યિક બેન્કો/ R.R.B./ સહકારી બેન્કો/ નાણાકીય સંસ્થાઓ પાસેથી 1 એપ્રિલ, 2020થી 31 માર્ચ, 2021 દરમિયાન સહકારી સંસ્થાઓ/ FPO દ્વારા દૂધની સંરક્ષિત ચીજ-વસ્તુઓ અને અન્ય દૂધના ઉત્પાદનોમાં રૂપાંતર માટે તેમના દ્વારા લેવામાં આવેલી કાર્યકારી મૂડી લોન ઉપર વ્યાજમાં રાહત આપવામાં આવશે.