લૉકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા ૧૨,૮૫૩ રેકો નું લોડિંગ કરીને પ્રાપ્ત કર્યું ૩,૩૮૦ કરોડ રૂ નું રાજસ્વ
કોરોના વાયરસ ના કારણે ઘોષિત પૂર્ણ લૉકડાઉન અને વર્તમાન પરિદ્રશ્ય ના કારણે પરિવહન અને શ્રમ ના સૌથી મુશ્કેલ પડકારો હોવા છતાં પશ્ચિમ રેલવેએ તેની લોડિંગ પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. પશ્ચિમ રેલ્વેના કર્મઠ અધિકારીઓ અને નિષ્ઠાવાન કર્મચારીઓના સામૂહિક પ્રયત્નોને કારણે આ શક્ય બન્યું છે.
પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર ૨૨ માર્ચ ૨૦૨૦ થી લાગુ પૂર્ણ લોકડાઉન અને વર્તમાન આંશિક લૉકડાઉન દરમિયાન પડકારો હોવા છતાં, પશ્ચિમ રેલવે ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ સુધી માલગાડીઓ ના ૧૨૮૫૩ રેક લોડ કરી બહુ સરાહનીય કાર્ય કર્યું છે. જેના ફળ સ્વરૂપ ૩૩૮૦ કરોડ રૂ થી વધુ નું રાજસ્વ પ્રાપ્ત થયું. વિભિન્ન સ્ટેશનો પર શ્રમ શકતી નો અભાવ હોવા છતાં,સમગ્ર દેશમાં આવશ્યક સામગ્રી નું પરિવહન બખૂબી કરવામાં આવી રહ્યું છે.
જેમાં ૧૩૭૦ પીઓએલ, ૨૩૫૬ ખાતર, મીઠા ૬૭૭, ખાદ્ય પદાર્થોના ૧૨૨, ૧૦૪૨ સિમેન્ટ, ૪૭૨ કોલસા, કન્ટેનરના ૫૯૬૨ અને સામાન્ય માલના ૫૭ રેક સહિત કુલ ૨૬.૬૯ મિલિયન ટન વજન વાળી વિભિન્ન માલગાડીઓને ઉત્તર પૂર્વીય ક્ષેત્રો સહિત પુરા દેશ માં મોકલવામાં આવી હતી. કુલ ૨૫,૩૬૩ માલગાડીઓને અન્ય ઝોનલ રેલ્વે સાથે ઇન્ટરચેન્જ કરવામાં આવી હતી, જેમાં ૧૨,૬૭૯ ટ્રેનોને સોંપવામાં આવી હતી અને ૧૨,૬૮૪ ટ્રેનો ને વિવધ ઇન્ટરચેન્જ પોઇન્ટ પર લઇ જવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન જમ્બોના ૧૬૬૭ રેક્સ, મ્ર્ંઠદ્ગ ના ૭૭૮૫, અને મ્્ઁદ્ગ ના ૭૦૬ રેક્ સહિત વિભિન્ન આવક રેકો ની અનલોડિંગ કરવામાં આવી હતી.
શ્રી ઠાકુર એ જણાવ્યું હતું કે ૨૩ માર્ચ થી ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ સુધી વધુમાં ૧.૦૬ લાખ ટનથી વધુ વિવિધ આવશ્યક સામગ્રીનું પરિવહન તેની ૪૯૦ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરેનો સમાવેશ થાય છે. આ પરિવહન દ્વારા પ્રાપ્ત રાજસ્વ રૂ. ૩૪.૬૩ કરોડ થી વધુ છે. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલવે દ્વારા ૭૮ દૂધની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં ૫૯ હજાર ટન થી વધુ અને ૧૦૦% વેગન ના ઉપયોગ સાથે રૂ. ૧૦.૨૨ કરોડ નું રાજસ્વ પ્રાપ્તિ થયું હતું. એ જ રીતે, ૩૫,૭૦૦ ટનથી વધુની વિવિધ આવશ્યક વસ્તુઓના પરિવહન માટે ૩૮૫ કોવિડ -૧૯ સ્પેશિયલ પાર્સલ ટ્રેનો પણ ચલાવવામાં આવી હતી,
જેનાથી ૧૮.૧૦ કરોડ નું રાજસ્વ મળ્યું હતું આ ઉપરાંત ૧૧,૬૦૦ ટન વજન વાળા ૨૭ ઇન્ડેન્ટ રેક્સ પણ ૧૦૦% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા. જેનાથી ૬.૩૨ કરોડ થી વધુ નું રાજસ્વ પ્રાપ્ત થયું હતું. પશ્ચિમ રેલ્વે દેશના જુદા જુદા ભાગોમાં ટાઈમ ટેબલ્ડ પાર્સલ વિશેષ ટ્રેનો સતત ચાલુ રાખવાનું ચાલુ રાખ્યું છે, જે હેઠળ ચાર પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ૨૫ ઑગસ્ટ, ૨૦૨૦ ના રોજ પશ્ચિમ રેલ્વે થી રવાના થઈ હતી. જેમાં બાંદ્રા ટર્મિનસ થી જમ્મૂ તાવી, દેવાસ થી ચંદીગઢ, અમદાવાદ મંડળ ના કાંકરિયા ગુડ્સ યાર્ડ થી કટક અને પાલનપુર થી હિંદ ટર્મિનલ માટે ચાલેલી મિલ્ક સ્પેશિયલ ટ્રેન શામેલ છે.