લોંચીગ પેડ ઉડાડ્યાંઃ ૧૦થી વધુ આતંકવાદીઓનો ખાત્મો
સરહદે પાક.સામે ભારતની આક્રમક કાર્યવાહી : પૂંછ-મેંઢર-નૌશેરા-સુંદરવની સેક્ટરમાં ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડ્યું-એલ.એ.સી. પર લદ્દાખ સરહદે ચીન સામે ફોરવર્ડ પોસ્ટ પર ભારતીય વાયુદળના શસ્ત્ર-સંરેજામ પહોંચાડવાની કાર્યવાહી શરૂ
અમદાવાદ: એલ.ઓ.સી. અને એલ.એ.સી. પર પાકિસ્તાન તથા ચીન સામે ભારતે આક્રમકરૂપ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. ચીન સામે ભારતીય સેનાની ત્રણેય પાંખ “હાઈ એલર્ટ” પર છે. ગઇકાલે વાયુદળની મીટીંગમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે વાયુદળના જવાનોને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા આદેશ કર્યાે હતો. ત્યારબાદવાયુદળે શસ્ત્ર-સરંજામને ચીનની લદ્દાખ સરહદ નજીક ફોરવર્ડ પોસ્ટ સુધી પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે.
ગલવાન મીલમાં ફીંગર-૪થી ચીની સેના રહી નથી. ચીન સામે એલ.એ.સી.પર ભારત જડબાતોડ જવાબ આપવા સજ્જ થઈ ગયું છે. તો બીજીતરફ ભારતે તેના દુશ્મન પાકિસ્તાન સામે આક્રમક કાર્યવાહી કરી છે. છેલ્લા કેટલાંક દિવસોથી એલ.ઓ.સી. પર પાકિસ્તાની સેના દ્વારા ભારે ગોળીબાર-રોકેટમારો -બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની સેના નાગરિકોને ટાર્ગેટ બનાવી રહ્યું છે.
પાકિસ્તાની ગોળીબારમાં ભારતના ત્રણના નાગરિકોના તાજેતરમાં મૃત્યુ થયા હતાં. પાકિસ્તાને સરગદે આતંકવાદીઓને ઘૂસાડવાની ફિરાકમાં છે અને સતત કવર ફાયરીંગ કરી રહ્યું છે. દરમિયાનમાં ભારતીય સેનાએ આક્રમક વલણ અપનાવીને પૂંછ, મેંઢર, નૌશેરા અને સુંદરવની વિસ્તારમાં પાકિસ્તાની સરહદમાં આવેલા બે કરતા વધારે લોંચીગ પેડને ઊડાડી દીધા છે. લોંચીગ પેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ હતા.
ભારતની કાર્યવાહીમાં અંદાજે ૧૦ કરતા વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાયો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે પરિસ્થિતિ અત્યંત તનાવપૂર્ણ બની ગઈ છે. પાકિસ્તાનને ભારતીય સેના સતત જડબાતોડ જવાબ આપી રહી છે. એકતરફ પાકિસ્તાન સાથે એલ.ઓ.સી. પર ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી દેવાઈ છે. તો ચીન સામે પૂર્વી લદ્દાખમાં ભારતીય સેનાએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. તાજેતરમાં વાયુદળના ઊચ્ચ અધિકારીઓ-કમાન્ડરોની સાથે મીટીંગમમાં રક્ષામંત્રી રાજનાથસિંહે વાયુદળને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા આદેશ આપ્યો હતો. તેને અનુલક્ષીને વાયુદળે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ફ્રાંસના પાંચ જેટ રફાલ ફાઈટર વિમાનો ટૂંકમાં જ આવનાર છે તે તમામને લદ્દાખ ખાતે તૈનાત કરી દેવાશે. રફાલ ફાઈટર વિમાનના આગમનથી ભારતની સૈન્ય તાકાતમાં વધારો થશે ગલવાન સેક્ટર ફીંગર-૪થી મીની સેના ચીની સેના રહી નથી. ભારતીય કમાન્ડરો સાથેની બેઠકમાં ચીનના કમાન્ડરો શાંતિની વાત કરવાની સાથે સેના હટાવવાની તૈયારી દર્શાવે છે. પણ તેના અમલનો સમય આવે ત્યારે ફરી જાય છે. ચીનનો વિશ્વાસ કરાય તેમ નહીં હોવાથી ભારતે પણ એલ.એ.સી. પરથી તેની સેનાને નહીં હટાવવાનો નિર્ધાર કર્યાે છે.