લોકઅપ ડેથમાં ૧૪ ટકા સાથે ગુજરાત બીજા ક્રમે, મહારાષ્ટ્ર પ્રથમ

પ્રતિકાત્મક
નવીદિલ્હી, કસ્ટોડિયલ હિંસા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ ગુજરાતની ખેદજનક સ્થિતિ દર્શાવે છે, જે આ વર્ષે પોલીસ કસ્ટડીમાં મૃત્યુના સંદર્ભમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. પોલીસ કસ્ટડીમાં ૨૧ મૃત્યુ સાથે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે છે, જ્યારે ચાલુ વર્ષે ૧૫ નવેમ્બર સુધીમાં મહારાષ્ટ્રમાં ૨૬ મૃત્યુ નોંધાયા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં પોલીસ કસ્ટડીમાં કુલ ૧૫૧ મૃત્યુ નોંધાયા હતા અને ગુજરાતમાં લગભગ ૧૪ ટકા હિસ્સો ધરાવે છે. બિહારમાં પોલીસ કસ્ટડીમાં ૧૮ મૃત્યુ નોંધાયા છે, અને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પ્રત્યેક ૧૧ મૃત્યુ સાથે ગુજરાત કરતાં વધુ સારી પરિસ્થિતિમાં છે.લોકસભામાં રજૂ કરાયેલા આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં હજૂ પણ કસ્ટડીમાં ત્રાસની ઘટનાઓ જાેવા મળી રહી છે.
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કચ્છ પોલીસે ઘર તોડના કેસમાં શંકાસ્પદ બે પુરૂષોને ઢોર માર માર્યો હતો. જે બાદ ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરામાં વધુ એક કસ્ટોડિયલ મૃત્યુ નોંધાયું હતું સપ્ટેમ્બરમાં અરવલ્લી પોલીસ દ્વારા ગ્રેનેડ વિસ્ફોટની તપાસના સંબંધમાં પૂછપરછ માટે લેવામાં આવેલા એક યુવકને ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.
તેના પરિવારનો આરોપ છે કે યુવકે પોલીસના ત્રાસને કારણે આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. લોક અપમાં ત્રાસની ઘટનાઓ ઉપરાંત, ન્યાયિક કસ્ટડી અથવા જેલમાં મૃત્યુના સંદર્ભમાં પણ રાજ્યની છબી સારી નથી. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૨૦-૨૧ ની વચ્ચે ગુજરાતમાં રાજ્યભરની વિવિધ જેલોમાં કુલ ૨૦૨ મૃત્યુ નોંધાયા છે.
રિમાન્ડ વગર પોલીસ કસ્ટડીમાં રહેલા ૧૫ લોકોના મોત ૨૦૨૦માં ભારતમાં ક્રાઈમ, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરાના એક અહેવાલમાં એ પણ બહાર આવ્યું છે કે, ગુજરાતમાં કસ્ટોડિયલ મૃત્યુની સંખ્યા ૨૦૨૦ માં સૌથી વધુ હતી. ૨૦૨૦માં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રિમાન્ડ વગર પોલીસ કસ્ટડીમાં રહેલા ૧૫ લોકોના મોત થયા હતા.HS