લોકગાયિકા ગીતા રબારી નિયમો તોડી ડાયરો કરતા ફરી વિવાદમાં
ભુજ: કોરોના મહામારીમાં એક પછી એક કલાકારો વિવાદમાં આવી રહ્યા છે. ત્યારે આવામાં ફરી એકવાર ગીતા રબારી વિવાદમાં આવી છે. લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકરોનું વધુ એકવાર વિવાદમાં આવ્યાં છે.ભુજ નજીક રેલડી ફાર્મ હાઉસમાં ડાયરાનો કાર્યક્રમ કર્યો હતો. ગીતા રબારી,નિલેશ ગઢવી તેમજ લક્ષમણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. ડાયરાના કાર્યક્રમમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડતા જાેવા મળ્યાં છે.
કચ્છમાં ગીતા રબારીના ડાયરાના કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કોરોનાકાળમાં અઢીસોથી વધુ એકઠા થયેલા છે. કાર્યક્રમમાં નિલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો અને લોકોએ વીડિયો શેર કર્યો છે. પેડી પ્રસંગે યોજાયેલા ડાયરામાં ૨૫૦થી વધુ લોકોની હાજરીમાં ગીતા રબારી, નિલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.
લોકડાઉન દરમિયાન કોરોના ગાઈડલાઈનના ભંગ કરતા ગીતા રબારીના આવા ૩ કિસ્સાઓ ચર્ચામા આવ્યા છે, જેમાં તેમણે વિવાદ ઉભો કર્યો છે. તાજેતરમાં જ વેક્સીન ઘરે લેવા મામલે ચર્ચામાં સરકારથી લઇ સ્થાનિક તંત્રના ઠપકાનો સામનો પણ કરવો પડ્યો હતો.