લોકગાયીકા ગીતા રબારી અને ભાજપના અગ્રણી શંકર ચૌધરીને ડેંગ્યુ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં રોગચાળાનો કહેર યથાવત રહેતા આરોગ્ય તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે. રોગચાળાથી લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે તંત્ર લાચાર બન્યુ હોવાનું જણાય છે. રાજકોટ-સૌરાષ્ટ્ર તથા કચ્છમાં તો ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જાવા મળી રહ્યો છે. અને રોચાગાળે ચરમસીમાએ પહોંચ્યો છે. દિવાળીના તહેવારો નજીક આવતા જ રોગચાળાના ભરડાથી લોકો ખુબ જ ચિંતીત બન્યા છે.
કચ્છમાં સિવિલ સર્જન તથા ૭ તબીબો, ઉપરાંત લોકગાયિકા ગીતા રબારી અને ભાજપના અગ્રણી શંકર ચૌધરીને ડેંગ્યુ થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટમાં મંગળવારે ર૪ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. રાજકોટના કોર્પોરેટર વિજય ટાંક પણ ડેન્ગ્યુની સારવાર હેઠળ છે. ૧૦૦ મેલેરીયાની ટીમ તથા પ૦૦નો સ્ટાફ કાર્યરત હોવા છતાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો હોવાનું જાણવા મળે છે.
સુરતમાં પણ ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો થયો છે. ડેપ્યુટી મેયરને ડેન્ગ્ય્ પોઝીટીવ આવતા હોસ્પીટલમાં ખસેડવાની આવ્યા છે. જ્યારે સુરતમાં એક મહિલાનું ડેન્ગ્યુના કારણે મોત થયુ છે. આમ, અધિકારીઓ-પદાધિકારીઓ પણ ડેન્ગ્યુની ઝપટમાં છે. જામનગરમાં રોગચાળો ચરમસીમાએ પહોંચ્યો છે. ઘરે ઘરે તાવના દર્દીઓ જાવા મળે રહ્યા છે.
જામનગરમાં એક કલાકમાં ડેન્ગ્યુને કારણે ૩ ના મોત નિપજ્યા છે. થરાદ પંથકમાં પણ ૧પ થી વધુ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો નજરે આવ્યા છે. ચાલુ સિઝનમાં ડેન્ગ્યુએ ૧પ મોત થયા છે. હોસ્પીટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટની સિવિલ હોસ્પીટલમાં પણ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.