Western Times News

Gujarati News

લોકડાઉનના ડરે પ્રવાસી મજૂરો ફરી વખત વતન ભણી ઉપડ્યા

અમદાવાદમાં ૫૭ કલાકના કફ્ર્યુ તેમજ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્‌યુને લીધે મજૂરોમાં ફરીએકવખત ભારે ફફડાટ

સુરત,  દિવાળી પછી ફરી વકરેલા કોરોના વાયરસના કારણે અમદાવાદમાં ૫૭ કલાક લાંબો કર્ફ્‌યૂ જાહેર કર્યા બાદ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્‌યૂ જાહેરા કરવામાં આવ્યો છે. આવામાં સરકારે કર્ફ્‌યૂ દરમિયાન આ લોકડાઉન નથી તેવી સ્પષ્ટ કરી હતી જોકે, અફવાઓના કારણે લોકો ફરી લોકડાઉન આવશે તેવી ચર્ચાના કારણે પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફર્યા હતા.

ફરી એકવાર લોકડાઉન આવે અને પોતે ફસાઈ જશે તેવી ભીતીના કારણે કેટલાક ઠેકાણે મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને પ્રવાસી મજૂરો અને રોજનું કમાઈને રોજ ખાતા લોકો વધારે ચિંતિત બન્યા છે કારણ કે તેઓ કમાણી કરવા માટે પોતાનું ઘર અને ગામ છોડીને શહેરોમાં મજૂરી કામે આવતા હોય છે.

ફરી લોકડાઉન આવશે તેવી ભયના કારણે અમદાવાદમાં કર્ફ્‌યૂ લાદવામાં આવ્યો તે પહેલા માટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા માટેની તૈયારી બતાવી હતી. આ જ રીતે હવે વાપીમાં ફરી લોકડાઉન આવશે તેવા ડરના કારણે પ્રવાસી મજૂરો સ્થળાંતર કરી રહ્યા છે. શ્રમિકોએ અગાઉ લોકડાઉનમાં તે તકલીફો વેઠી હતી તેવી તકલીફ ફરી ના વેઠવી પડે તેમ માનીને પોતાના વતન તરફ પ્રયાણ કરતા દેખાયા હતા.

વાપી અને દમણની કંપનીઓમાં કામ કરતા શ્રમિકો લોકોડાઉન આવશે તેવા ડરે એક સામટા પોતાના વતન તરફ જતા નજરે પડ્યા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ સોમવારે પણ વાપી અને દમણના રાજ્યના અને રાજ્ય બહારના શ્રમિકો રેલવેમાં ટિકિટ ના મળતા બસ સ્ટેન્ડ અને ખાનગી લક્ઝરીની મદદથી પોતાના વતન પરત જવા માટે તૈયારી બતાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.