લોકડાઉનના પગલે ભરૂચ રેલ્વે સ્ટેશનનો ટ્રેન વ્યવહાર ૧૪ મી એપ્રિલ સુધી બંધ રહેશે :આરપીએફ પી.આઈ
લોકડાઉનના પગલે પ્રથમ વખત રેલ્વે સ્ટેશનો સંદતર બંધ જોવા મળ્યા.
ભરૂચ: લોકડાઉન વધુ લંબાવી દેતા ૧૪ મી એપ્રિલ સુધી લોકો એ ઘર માં જ પુરાઈ રહેવું પડશે.ત્યારે ૧૪ મી એપ્રિલ સુધી ટ્રેન વ્યવહાર પણ બંધ રહેનાર હોવાનું ભરૂચ રેલ્વે સ્ટેશન ના આરપીએફ પી.આઈ મૂકેશ મીના એ જણાવ્યુ હતુ.
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસે લોકો ને હચમચાવી મુક્યા છે ત્યારે કોરોના વાયરસ થી સાવચેત રહેવા ના ભાગરૂપે સરકાર દ્વારા ૩૧ મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરાયું હતુ.પરંતુ લોકડાઉન વધુ ૨૧ દિવસ સુધી લંબાવામાં આવતા લોકો એ વધુ ૧૪ એપ્રિલ સુધી ઘર માં પુરાઈ રહેવું પડશે ત્યારે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ ૨૯-૦૩-૨૦૨૦ ના રોજ નવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.જેમાં ૧૪-૦૪-૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવા માં આવ્યું છે અને લોકડાઉન ના પગલે પોલીસ પણ સજ્જ થઈ રહી છે.ત્યારે ભરૂચ નો રેલ્વે વ્યવહાર પણ વધુ ૧૪ એપ્રિલ સુધી સંદતર બંધ રાખવામાં આવનાર છે અને સરકાર ના નવા નીતિ નિયમ મુજબ ત્યાર બાદ પણ કોરોના વાયરસ ની મહામારી ઉપર અંકુશ નહિ આવે તો વધુ દિવસો પણ લંબાવવા માં આવે તેવી દહેશત લોકો માં જોવા મળી રહી છે.