લોકડાઉનના બે મહિનાની ઉચ્ચક રકમનું પેકેજ ફાળવવા વિચારણાઃ ટૂંકમાં નિર્ણય લેવાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાને કારણે બે મહિના લોકડાઉનની સ્થિતિમાં કર્મકાંડી -પૂજારી બ્રાહ્મણોના કામ-ધંધા પર વ્યાપક અસર થઈ હતી. અનલોકમાં પણ મંદિરો-હવનો સહિતની કાર્યવાહી લગભગ ઠપ્પ છે. તેને કારણે ભૂદેવો ભારે કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ભૂદેવોને આર્થિક રીતે સહાય મળે તે માટે બ્રહ્મ સમાજના વરિષ્ઠ અગ્રણી યજ્ઞેશ દવે રાજ્ય સરકારને વારંવાર રજુઆત કરી હતી. તેના પગલે આગામી દિવસોમાં રાજય સરકાર કર્મકાંડી બ્રાહ્મણો તથા પૂજારીઓ માટે આર્થિક પેકેજની જાહેરાત કરે એવી સંભાવનાઓ છે.
ખાસ કરીને લોકડાઉનના બે મહિના કર્મકાંડી બ્રાહ્મણો-પૂજારીઓની આર્થિક હાલત કફોડી થઈ ગઈ હતી. તેેથી રાજય સરકાર બે મહિનાની ઉચ્ચક રકમ આપે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. હવે જાેવાનુ એ રહે છે કે લોકડાઉનના બે મહિનાની ઉચ્ચક રકમ રાજય સરકાર કેટલી જાહેેર કરે છે. આમ, તો આ અગાઉ કર્મકાંડી- પૂજારી બ્રાહ્મણો કે જેમની આર્થિક સ્થિતિ ખરાબ છે એવા વિપ્ર બંધુઓને કાયમી ધોરણે સહાય અપાય એવી માંગણી કરાઈ હતી.
જાે કે ત્યાર પછી કોરોના અને લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયુ છે. હાલમાં અનલોક -૪માં પણ કર્મકાંડી બ્રાહ્મણો-પૂજારીઓની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. મોટેભાગે બ્રાહ્મણોને બે મહિના લોકડાઉનની ઉચ્ચ રકમ ફાળવવામાં આવે એવી સંભાવનાઓ છે. અને નજીકના દિવસોમાં રાજ્ય સરકાર આ દિશા તરફ આગળ વધશે એમ મનાય છે.