લોકડાઉનના સમયગાળા પછી આખું વિશ્વને થશે ભારતીય ઉદ્યોગ સાહસિકોની સાચી ક્ષમતાઓનું પરખ અને અનુભવ – શ્યામ તનેજા
અમદાવાદ, 21 મી એપ્રિલ, 2020 : હવે સમય આવી ગયો છે કે આપણા ભારતીય ઉદ્યોગ સાહસિકો ઉભા થાય અને વિશ્વને તેમની સાચી સંભાવના બતાવે અને આવા નાના અને મધ્યમ ઉદ્યોગોના બિઝનેસ લીડર્સના અસાધારણ ક્ષમતાઓનું શોધ માટે “આઈ કેન – આઈ વીલ ફોઉન્ડેશન” પ્રતિબદ્ધ છે. નાના અને મધ્યમ વર્ગ ના ઉદ્યોગસાહસિકો સામે આજે અસાધારણ સંભાવનાઓ તો છે જ પણ આના થી ભી મોટા છે
માનસિક પડકારો. હું કરી શકું કે આ તો મારા થી નહીં થાય ના નિર્ણયો વચ્ચે ઘણા ઉદ્યોગસાહસિકો પોતાના અસીમ સંભાવનાઓ ને ઓળખી નથી શકતા અને સામાન્ય જીવન તરફ દોરી જાય છે. આ માનસિકતા એના અને દેશના પ્રગતિ માટે ચિંતાજનક છે. આઈ કેન (હું કરી શકું છું) અને આઈ વીલ (હું કરીશ) – આ બે જાદુઈ શબ્દો અને વિશ્વાસ, કદાચ આ ઉદ્યોગ સાહસિકો ની જિંદગી અને દેશના મેક ઇન્ડિયા અને મેઇડ ઈન ઇન્ડિયા ના સ્વપ્નને પૂરું કરી શકે છે.
આઈ કેન – આઈ વીલ ફોઉન્ડેશનના સ્થાપક શ્રી શ્યામ તનેજા જણાવે છે ,” આપણું વિશ્વ અભૂતપૂર્વ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ રોગચાળાને કારણે સમગ્ર વિશ્વમાં માત્ર આરોગ્યની કટોકટી જ નહીં પરંતુ આર્થિક પ્રતિબંધ પણ ઉભો થયો છે.ભારત સહિત ઘણા દેશોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.. આનો અર્થ એ છે કે લોકોએ પોતાનો આખો સમય ઘરે જ વિતાવવો પડે છે, જે તેમની નિત્યક્રમનું પાલન કરી શકતા નથી.
આ ચિંતા અને હતાશાની ભાવના બનાવી શકે છે. આ મહત્વપૂર્ણ સમયે, અમે આગળના ભાવિ વિશે વિચાર્યું અને અમારું ધ્યેય હતું કે વશિષ્ઠ, વેદવ્યાસ અને વાલ્મિકી અધ્યાયના અમારા બધા લીડરો હતાશ અને દિશાહીન ન રહે. આ સમયે અમે ઝૂમ સત્રો દ્વારા આઈ લીડ સેશન પ્લેટફોર્મ પર નિયમિત શીખવાની અમારી સફર ચાલુ રાખી. ટેક્નોલોજી ના ઉપયોગ થી અમારા અમદાવાદ અને દિલ્હી ચેપ્ટરના કમ્યુન સભ્યો એક બીજા ના નજીક આવ્યા અને એકબીજાની સારી મદદ કરી.”
“ત્યારબાદ અમે ઓનલાઇન પ્લેટફોર્મ પર 21 દિવસની “કટોકટીને ફેરવો તકોમાં” નામનું એક જ્ઞાનવર્ધક યાત્રા ની શરૂઆત કરી જેમાં નિષ્ણાંત વક્તાઓ અને સફળ ઉદ્યમીઓએ કાર્યક્રમમાં શામેલ લીડરોને સ્વ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. પોતાના વક્તવ્ય અને જીવનના સફળ ગાથાઓ રજુ કર્યા. આ ૯૦ મિનિટના કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ ઉદમીયોં રોઝ જોડાયા અને આ સત્રોએ તેમની આશંકાઓ અને તેમના સંકટને સ્વ વિકાસ અને વૃદ્ધિની તકમાં બદલવામાં મદદ કરી.”
નવી દિલ્હી કોમ્યુન સભ્યોના વાલ્મિકી ચેપ્ટરએ VLEAD નામનું બીજું આંદોલન શરૂ કર્યું. જીવનના વિવિધ વિષયો પર આ ચિંતનકારી સત્રોની શ્રેણીનો હેતુ કોમ્યુન સભ્યોની ટીમના સભ્યો માટે હતો જેઓ તેમના સિનિયર , સાથીદારો અને જુનિયર્સ સાથે એક જ પ્લેટફોર્મ પર જીવનના વિવિધ પહેલુઓના જ્ઞાન અર્જિત કરવા માટે જોડાયા હતા અને આ આંદોલન કર્મચારીઓ માટે આત્મ જાગૃતિ લાવવાનું પ્રેરણાત્મક ચળવળનો એક ભાગ હતા. .
આઈ લીડ કોમ્યુનના બાળકો માટે પણ એક અદભુત કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર કરવામાં આવી. મેમ્બર્સ ના ક્રિએટિવ બાળકોનું મગજના સંવર્ધન માટે, LIMA (લીડર્સ ઈન મેકિંગ ) નામ નું આ કાર્યક્રમનું મુખ્ય હેતુ છે બાળકો માં પણ આઈ કેન – આઈ વીલ નું ભાવના ને ઉજાગર કરવું. અનુભવી ટ્રેનર્સ ને દેખ રેખ માં ૭ વર્ષથી – ૧૬ વર્ષના 100+ થી વધુ બાળકો ઝૂમ પર કનેક્ટ થઈ ગયા અને અદભુત જ્ઞાન પ્રાપ્ત કર્યા. તાજેતરમાં લિમાની આગામી બેચની પણ જાહેરાત કરવામાં આવી છે.
આઈ કેન – આઈ વીલ ફોઉન્ડેશનનું સ્થાપના એક એનજીઓ ના સ્વરૂપે કરવામાં આવ્યું છે જેનું મુખ્ય ધ્યેય છે દરેક ઉદ્યોગ સાહસિકો ને પોતાના વિચારોથી અને પોતાનો સ્વપ્નો થી ઓનખ કરાવાનું. આઈ કેન – આઈ વીલ ફોઉન્ડેશન એક કોમ્યુન છે જ્યાં દરેક વ્યક્તિ એવું માને છે કે સ્વપ્ન જોવાનું અને એને પૂર્ણ કરવાનું માટે જીવન એક અમૂલ્ય તક આપે છે. આઈ કેન – આઈ વીલ ફોઉન્ડેશન એવું માને છે કે મેક ઇન્ડિયા નું સ્વપ્ન ત્યારે જ પૂરું થઇ શકે જયારે ભારતીય સમાજ ના કાર્યબળ ને પ્રતિબદ્ધતા, પ્રેરણા,ઉત્કટ અને ઉત્સાહ થી સશક્ત કરવામાં આવશે.
છેલ્લા બે દાયકા માં ભારતીય સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું ગતિશીલ વિકાસ થયું છે. આજે વિશ્વનું સૌથી મોટું બજાર તરીકે બનેલું ભારત દેશને, વૈદિક સમય થી જ નવીનીકરણ તેના વારસોમાં મળ્યો છે. ભારતીય ઉદ્યોગ સાહસિકો પાસે આજે ખર્ચ અસરકારકતા અને માપનીયતા સાથે અમૂર્ત રીતે વ્યવસાય કરવાની અનોખી કળા છે. ફૂડ બિઝનેસ હોય કે ગારમેન્ટ બિઝનેસ, જ્વેલરી નું જ્ઞાન હોય કે રીયલ એસ્ટેટ માર્કેટ , ભારતીય સ્ટાર્ટ-અપ ઉદ્યોગ સાહસિકોએ દરેક દિશા માં પ્રગતિ કર્યા છે. તાજેતરમાં ટેકેનોલોજી સ્ટાર્ટ -અપ ઉદ્યોગોએ પણ સરકારના પ્રગતિશીલ નીતિઓ, યોજનાઓ, બજારમાં તેજી અને વિદેશી રોકાણો ના લીધે ચમત્કારિક વૃદ્ધિનું અનુભવ કર્યા છે.
આજે ભારત દેશમાં , નોંધાયેલા અને ગૈર નોંધાયેલા અંદાઝ મુજબ આશરે ૪૨.૫૦ મિલિયન નાના અને મધ્યમ વર્ગ ના ઉદ્યોગ સાહસો છે. આ SME વર્ગ દેશના કુલ ઉદ્યોગીક એકમો ના ૯૫% ભાગનું પ્રતિનિધિત્વ કરે છે અને લગભગ ૧૦૬ મિલિયન લોકો ને રોજગાર આપે છે જે દેશના કુલ કાર્યબળના ૪૦% છે. ઉદ્યોગ સંસ્થા નાસકોમના ઈન્ડિયા સ્ટાર્ટ-અપ રિપોર્ટ 2014 ના મુખ્ય તારણો અનુસાર, વર્ષ 2020 સુધીમાં દેશમાં ૧૫૦૦ જેટલા નવા સ્ટાર્ટઅપ્સ આવશે અને તેથી ૨,૫૦,૦૦૦ થી વધુ લોકોને રોજગારી મળી રહેશે. આ વર્ષ માં દેશ ના ઉદ્યોગીક વિકાસમાં SME સેક્ટરના મહત્વપૂર્ણ યોગદાન રહેશે.