લોકડાઉનના સમયે દીકરીએ દીકરાની ફરજ પૂરી કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/05/jivandhara-1024x768.jpeg)
પોતાનો ભાઈ અમેરિકા હોવાથી બહેન ભાઈની ફરજ પૂરી કરી
અમદાવાદ લાંભામા આવેલા જીવનધારા વૃધાશ્રામમાં રેહતા રસીલાબેન મધુભાઈ શાહનું દેહાંત થતા તેમની દીકરી પારૂલબેન આશ્રમમાં આ લોકડાઉનના સમયે દોડી આવી.પોતાની માતાની અંતિમવિધિ કરી એક દીકરાની જેમ અર્થીને કાંધો આપી જમાલપુર સ્મશાનગૃહમાં અંતિમદાહ આપ્યો હતો.આ ભાવુક દ્રશો જોઇ દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.