લોકડાઉનને કારણે મુસાફરોની પશ્ચિમ રેલ્વેને રૂ 3702 કરોડનું નુકસાન
કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલ્વે પર કુલ આવકનું નુકસાન લગભગ રૂ 3702 કરોડ થયું છે, જેમાં ઉપનગરીય સેક્શન માટે 596 કરોડ અને બિન-ઉપનગરીય માટે રૂ.3106 કરોડનો સમાવેશ થાય છે.આમ છતાં, 1 માર્ચ 2020 થી 4 જાન્યુઆરી 2021 સુધી ટિકિટ રદ કરવાના પરિણામે, પશ્ચિમ રેલ્વેએ 564.81 કરોડ રૂપિયા.નું રિફંડ સુનિશ્ચિત કરેલ છે
.ઉલ્લેખનીય છે કે આ રિફંડ રકમમાં માત્ર મુંબઇ ડિવિઝનને રૂ .278 કરોડથી વધુનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે.અત્યાર સુધીમાં પશ્ચિમ રેલ્વેમાં લગભગ 88.47 લાખ મુસાફરોએ ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમને પરતની રકમ પ્રાપ્ત થઈ છે.
ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં કાયમી ધોરણે એક એર કંડિશન્ડ વધારાના કોચ રહેશે
મુસાફરોની સગવડતા માટે, 09 જાન્યુઆરી 2021 (શનિવાર) થી ભાવનગર ડિવિઝનની ભાવનગર-કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (07203/07204) માં કાયમી ધોરણે એક વધારાનો એર કંડિશન્ડ કોચ (First cum 2nd AC coach) જોડવામાં આવશે.
આમ, આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ હશે. ભાવનગર-કાકીનાડા સ્પેશિયલ (07203) ભાવનગર ટર્મિનસથી દર શનિવારે સવારે 04.25 વાગ્યે ચાલે છે અને રવિવારે સાંજે 19.45 કલાકે કાકિનાડા પોર્ટ પહોંચે છે. વાપસીમાં, કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ (07204) દર ગુરુવારે સવારે 05.15 વાગ્યે કાકિનાડા પોર્ટથી રવાના થાય છે અને શુક્રવારે સાંજે 18.55 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.
8 જાન્યુઆરીના રોજ રણુજ- ધિણોજ સ્ટેશનોની વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17 બંધ રહેશે
અમદાવાદ ડિવિઝનના મહેસાણા- પાટણ રેલખંડના રણુજ- ધિણોજ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17 કિમી.18 / 6-7 નિયમિત ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણે (એક દિવસ) 8 જાન્યુઆરી 2021 ના સવારે 10: 00 કલાકથી સાજના 19:00 કલાક સુધી બંધ રહેશે. આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ ઉક્ત સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નં. 21 અને 13 થી અવરજવર કરી શકશે.