લોકડાઉનને પગલે ખેડબ્રહ્મામાં પૈસા ઉપાડવા બેન્કોમાં લોકોનો ધસારો
કોરોનાવાયરસ ને કારણે છેલ્લા પંદર દિવસથી દેશ કોરોના કહેર સામેઝઝૂમી રહ્યો છે.પંદરેક દિવસોથી દેશભરમાં લોકડાઉન જાહેર કરતા લોકો ધંધા રોજગાર થી અળગા રહી આર્થિક તંગીનો ભોગ બની રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ થોડી તકલીફ સાથે મળી પણ મળી રહે છે પણ ઘણા દિવસોથી ધંધા-રોજગાર થી અળગા લોકો ના ઘરમાં પૈસાની તંગી વર્તાવા લાગી છે સમાજના અમુક લોકોને વિનામૂલ્યે ભોજન પણ મળી રહે છે.
પણ મધ્યમ વર્ગના અને અમુક લોકો આવું કરી શકતા નથી. આવા લોકો તકલીફ વેઠીને પણ ખરીદી કરીને ચલાવી લેછે પણ ઘર માં રાખેલ પૈસા પણ જ્યારે ખૂટી પડેછે ત્યારે આવકમાંથી થોડા થોડા કરીને બચાવી બેંક માં મુકેલા પૈસા પણ ઉપાડી લેવા મજબૂર થઇ જાય છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી ખેડબ્રહ્મા શહેર માં સ્ટેટ બેન્ક, સાબરકાંઠા બેંક, દેના બેંક જેવી બેન્કો આગળ બેન્ક ખોલવા ના સમય પહેલો જ પૈસા ઉપાડવા વાળા લોકો લાઈન લાગી જાય છે અને સોશિયલ ડીસ્ટેન્સ રાખતા લાઈન લાંબી થઈ જતા લોકો તાપ સહન કરવા મજબૂર બની જાય છે.