લોકડાઉનને લીધે યશવર્ધનના ડેબ્યૂમાં મોડું થયું: સુનિતા
મુંબઈ, બોલીવુડના દિગ્ગજ કલાકાર ગોવિંદા અને સુનિતા આહુજાનો પુત્ર યશવર્ધન બોલીવુડમાં ડેબ્યૂની રાહ જાેઇ રહ્યો છે. જાેકે અત્યાર સુધી બોલીવુડના અનેક સ્ટારકિડ્સ બોલીવુડમાં એન્ટ્રી લઇ ચૂક્યા છે. પરંતુ ગોવિંદાનો પુત્ર બોલીવુડ ડેબ્યૂથી ઘણો દૂર છે.
યશર્વધનના બોલીવુડ ડેબ્યૂને લઇને માતા સુનિતા આહુજા પણ ખૂબ ઉત્સાહમાં છે. યશર્વધનના બોલીવુડ ડેબ્યૂને લઇને સુનિતા આહુજા ખુલાસો કર્યો છે. પુત્રના બોલીવુડ ડેબ્યૂમાં મોડૂ થવા પાછળ માતા સુનિતા આહુજાએ કોરોના મહામારી અને લોકડાઉનને જવાબદાર ઠેરવ્યું છે. સુનિતાનું કહેવુ છે કે લોકડાઉનને લીધે યશવર્ધનનું ડેબ્યૂ અટક્યું છે.
જાેકે સુનિતા આહુજાએ એમ પણ જણાવ્યું કે, તેઓ પુત્ર યશર્વધનના ડેબ્યૂ માટે બોલીવુડના કેટલાક લોકોના સંપર્કમાં છે. તેઓ એક સારા પ્રોડક્શન હાઉસ અને સારી સ્ક્રિપ્ટ માટે રાહ જાેઇ રહ્યા છે. પુત્ર યશર્વધનના બોલીવૂડ ડેબ્યૂને લઇને સુનિતા આહુજા એમ પણ કહી ચૂકી છે કે, યશવર્ધન હાલમાં બોડી બનાવવાની સાથે એક્ટિંગ, ડાન્સિંગ શીખી રહ્યો છે.
જાેકે સુનિતા અને પતિ ગોવિંદા પુત્ર યશવર્ધનના ડેબ્યૂની તૈયારી કરી ચૂક્યા છે અને ટૂંક સમયમાં તેને લોન્ચ કરશે. નોંધનીય છે કે ગોવિંદા અને પત્ની સુનિતા આહુજા ભત્રીજા કૃષ્ણા અભિષેકને લીધે ચર્ચાનો વિષય બની રહ્યા છે. કૃષ્ણા અભિષેકે કોમેડી શોના એક એપિસોડને છોડી દીધો હતો કારણ કે ગોવિંદા અને સુનિતા એક એપિસોડમાં ગેસ્ટ તરીકે આવ્યા હતા. આ મામલો મીડિયામાં પણ બહુ ચગ્યો હતો.
જે પછી કૃષ્ણા અને ગોવિંદાના સંબંધો લોકો સામે ખુલી ગયા હતા. આ મુદ્દે સુનિતાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે કૃષ્ણાના આ પ્રકારના વર્તનથી દુખી થયા છે અને ક્યારેય તેનો ચહેરો જાેવા માંગતા નથી.SSS