લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલિસતંત્ર સજ્જ
અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સરકારને લોકડાઉનના પગલે કડક થવા આપેલા આદેશોના પગલે પોલિસ તંત્ર સતર્ક બની ગયુ છે. ઠેર ઠેર બીનજરૂરી રીતે ફરતી રીક્ષા અને અન્ય વાહનોને રોકીને ડીટેઈન કરવામાં આવી રહ્યા છે.
જો કે જીવન જરૂરી ચીજો લઈ જતા ટ્રાન્સપોર્ટના વાહનોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પણ સવારથી જ પોલિસના જવાનો વાહનોની પૂછપરછ કરીને જ આગળ જવા દેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં 180થી વધુ દેશોમાં પેસી ગયેલો કોરાનો વાયરસની શરૂઆત ડિસેમ્બર 2019માં ચીનથી થઈ હતી.
1 લાખ કોરોના વાઈરસના કેસો થતાં 67 દિવસ લાગ્યા હતા અને બીજા 1 લાખ કેસોનો ઉમેરો થતાં માત્ર 11 દિવસ થયા હતા અને ત્યારબાદ બીજા 1 લાખ કેસો થતાં માત્ર 4 દિવસ થયા હતા. અત્યારસુધી લગભગ 3.41 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને 15000 લોકોનો વિશ્વભરમાં ભોગ લેવાયો છે.