લોકડાઉનમાં ક્રિકેટ રમતના પગલે સર્જાઈ જૂથ અથડામણ

મોડાસાના ચાંદટેકરી વિસ્તારમાં એકજ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો
ગુજરાતમાં લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે અને ઘરની અંદર રહી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો હાલ પણ લોકડાઉનને હળવાશમાં લઈ રહ્યા છે અને કોરોના વાયરસની ગંભીરતાને સમજ્યા વિના લટાર મારવા ઘરની બહાર નીકળી રહ્યા છે.તો કેટલાક વિસ્તારોમાં યુવકો સમૂહમાં એકઠા થઇ વિવિધ રમત રમી લોકડાઉનને મજાક બનાવી રહ્યા છે.
મોડાસા શહેરના ચાંદટેકરી વિસ્તારમાં ક્રિકેટ મેચ રમતા યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી થયા પછી જૂથ અથડામણની સ્થિતિ પેદા થઈ હતી એક જ કોમના બે ટોળા વચ્ચે ભારે પથ્થરમારો થતા ઘટનાની જાણ પોલીસને થતા તાબડતોડ પોલીસનો કાફલો ચાંદટેકરીમાં પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો પોલીસની ઉપસ્થિતિ વચ્ચે હાલ તંગદિલી ભરેલો માહોલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં પોલીસે લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે સઘન પેટ્રોલિંગ અને ડ્રોન કેમેરાની મદદથી ક્લોજ઼ડાઉનની અમલવારી માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે મોડાસા શહેરના ચાંદટેકરી વિસ્તારમાં લઘુમતી કોમના યુવકો અંદર-અંદર ટિમ બનાવી ક્રિકેટ રમી રહ્યા હતા મેચ દરમિયાન બે ટિમ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ચાંદટેકરી વિસ્તારમાં એક જ કોમના બે લોકો સામસામે આવી જઈ પથ્થરમારો કરતા લોકોમાં નાસભાગ મચાવાની સાથે હો…હા થતા ભારે ચકચાર મચી હતી
ચાંદટેકરીમાં જૂથ અથડામણ અંગે પોલીસતંત્રને જાણ થતા પોલીસ કાફલો ચાંદટેકરી વિસ્તારમાં પહોંચી જતા લોકો ઘરોમાં પુરાઈ ગયા હતા પોલીસે વણસતી સ્થિતિને કાબુમાં લીધી હતી પથ્થરમારામાં એક મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાઈ હતી પથ્થરમારામાં લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ચાંદટેકરી વિસ્તારમાં થયેલ જૂથ અથડામણમાં આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી.