લોકડાઉનમાં પણ ગંગા સાફ થઇ શકી નહીં, વધુ ખરાબ સ્થિતિ થઇ: સીપીસીબી

નવીદિલ્હી, દેશવ્યાપી લોકડાઉન દરમિયાન હવા સાફ થઇ પરંતુ નદીઓની સ્વચ્છતા પર કોઇ ખાસ અસર જાેવા મળી નહીં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ દેશની ૧૯ નદીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.રસપ્રદ વાત એ છે કે ગંગા સહિત પાંચ મુખ્ય નદીઓના પાણીની ગુણવત્તા લોકડાઉનમાં સુધરવાની જગ્યાએ બગડી છે.
સીપીસીબીએ જારી રિપોર્ટ અનુસાર લોકડાઉનથી પૂર્વ ગંગાના પાણીની ૬૫ સ્થાનો પર ચાર માનકો પર તપાસ કરવામાં આવી તેમાં ડીઓ,બીઓડી પીએચ તથા એફસી સામેલ છે તેમાંથી ૨૪ સ્થાનો પર પાણીને પ્રાથમિકતા જળ ગુણવત્તા માનકોની અનુરૂપ જણાવ્યું જે ખુલ્લામાં સ્નાન કરવા યોગ્ય હોય છે આ પ્રકારે લગભગ ૬૪.૬ ટકા સ્થાનો પર પાણી ઠીક હતું પરંતુ લોકડાઉન દરમિયાન ૫૪ સ્થાનો પર પાણીની ગુણવત્તાની તપાસ થઉ તેમાંથી ૨૫ સ્થાન એટલે કે ૪૬.૩ ટકા પર પાણી સ્નાન કરવાના માનકોની અનુરૂપ જણાવ્યું.
![]() |
![]() |
રિપોર્ટમાં ઉત્તરાખંડમાં લોકડાઉથી પૂર્વ છે અને લોકડાઉન દરમિયાન તપાસમાં આવેલ પાંચ સ્થાનો પર પાણી માનકો અનુરૂપ મળ્યું જયારે ઉત્તરપ્રદેશમાં લોકડાઉનથી પૂર્વમાં ૨૭માંથી ૧૪ અને લોકડાઉન દરમિયાન ૧૪માંથી ૮ સ્થાનો પર જ માનકો અનુરૂપ મળ્યા.
બિહારમાં લોકડાઉનથી પૂર્વ તમામ ૧૭ સ્થાનો પર પાણી ઠીક હતું પરંતુ લોકડાઉન દરમિયાન ૧૭માંથી છ સ્થાનો પર જ યોગ્ય નિકળ્યુ ઝારખડંમાં લોકડાઉન પહેલા અને દરમિયાન તમામ ચાર સ્થાનો પર પાણી માનકો અનુરૂપ હતું જયારે પશ્ચિમ બંગાળમાં લોકડાઉન પહેલા ૧૧માંથી એક તથા લોકડાઉન દરમિયાન ૧૪માંથી બે સ્થાનો પર પાણી માનક અનુરૂપ નિકળ્યું રિપોર્ટ અનુસાર ૨૬ સ્થાનો પર ધુલનશીલ ઓકસીજન ડીઓની માત્રામાં ૧-૩૮ ટકાનો વધારો થયો જયારે ૨૩ સ્થૌનો પર તેમાં ૧-૪૦ ટકા સુધીની કમી જણાઇ આ પ્રકારે ૧૯ સ્થાનો પર બાયોકેમિકલ ઓકસીજન ડિમાંડ બીઓડીમાં વધારો જાેવા મળ્યો તથા ૨૬ સ્થાનો પર બીઓડીમાં ૩-૧૭ ટકાની કમી જાેવા મળીગંગા ઉપરાંત જે નદીઓની ગુણવતામાં કમી થઇ તેમાં વ્યાસ ચંબલ સતુલજ તથા સ્વર્ણરેખા નદીઓ સામેલ છે.HS