Western Times News

Gujarati News

લોકડાઉનમાં પણ મુકેશ અંબાણીની કમાણી પ્રતિ કલાક 90 કરોડ

નવી દિલ્હી, લોકડાઉન દરમિયાન દેશનુ અર્થતંત્ર લગભગ ઠપ પડી ગયુ હતુ ત્યારે પણ ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના માલિક મુકેશ અંબાણી પ્રતિ કલાક 90 કરોડ રુપિયાની કમાણી કરી રહ્યા હતા. જાહેર થયેલા ઈન્ડિયાના ધનિક વ્યક્તિઓના લિસ્ટમાં સતત નવમા વર્ષે પણ મુકેશ અંબાણી પહેલા ક્રમે રહ્યા છે.આ રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 6.58 લાખ કરોડ રુપિયા છે.તેમની વ્યક્તિગત સંત્તિમાં 2.77 લાખ કરોડ રુપિયાનો વધારો છેલ્લા નવ વર્ષમાં થયો છે.તેઓ અશિયાના સૌથી ધનિક અને દુનિયાના ચોથા ક્રમના સૌથી વધુ ધનિક વ્યક્તિ બની ગયા છે.છેલ્લા એક વર્ષમાં તેમની કુલ સંપત્તિમાં 73ટકાનો વધારો થયો છે.

આ લિસ્ટમાં બીજા ક્રમે લંડનમાં રહેતા હિન્દુજા ભાઈઓ છે.જેમની સંપત્તિ 1.43 લાખ કરોડ રુપિયા છે.ત્રીજા ક્રમે એચસીએલના સ્થાપક શઇવ નાડર છે .જેમની સંપત્તિ 1.41 લાખ કરોડ છે.ચોથા સ્થાને ગૌતમ અદાણી અને વિપ્રોના અઝિમ પ્રેમજી પાંચમા સ્થાને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.