લોકડાઉનમાં પૂનમ પાંડેએ શેયર કર્યાે બોલ્ડ વિડીયો
મુંબઈ, અભિનેત્રી અને મોડલ તરીકે જાણિતી પૂનમ પાંડેએ હાલમાં પોતાનો વિડિયો શેર કર્યો છે. પોતાની બોલ્ડ ઇમેજના કારણે તે વધુ લોકપ્રિય રહી છે. પૂનમ પાંડે સતત સોશિયલ મિડિયામાં ચમકતી રહે છે. તે પોતાના બોલ્ડ ફોટા શેયર કરીને હંમેશા ચર્ચામાં રહે છે. બોલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાં તેની ગણના કરવામાં આવે છે. એક્ટ્રેસ અને મોડેલ તરીકે જાણીતી પૂનમ પાંડે સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એÂક્ટવ રહે છે અને બોલ્ડ ફોટોગ્રાફ્સ તેમજ વિડીયો શેર કરતી રહે છે. લોકડાઉનના સમયમાં પણ પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર એÂક્ટવ રહેતી હોય તેવું જાવા મળી રહ્યું છે.
એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડે બોલિવુડ અને તેલુગુ ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકી છે. આ સિવાય તે ફેશન મેગેઝિનના ક્વર પેજ પર ચમકી ચૂકી છે. ૨૯ વર્ષીય પૂનમ પાંડેએ જે બોલિવુડ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે તેમાં ‘નશા’ અને ‘ધ જર્ની આૅફ કર્માર્’ ફિલ્મનો સમાવેશ થાય છે. આ સિવાય પૂનમ પાંડે ટેલિવિઝન શોમાં પણ જાવા મળી હતી.
હાલ લોકડાઉનના કારણે પૂનમ પાંડે તેના ઘરમાં જ શૂટ કરવામાં આવેલા વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી જાવા મળી રહી છે. આ સિવાય તે જે ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે તે તેના ઘરમાં જ Âક્લક કરવામાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યાે છે જેમાં મારા પ્રિય રમકડા સાથે રમી રહી છું તેવું લખ્યું છે. આ વિડીયોમાં પૂનમ પાંડેની સાથે એક ટેડી બિયર જાવા મળી રહી છે.