લોકડાઉનમાં ફરવા નીકળ્યો પરિવાર અને રસ્તા પરથી મળ્યા ૧૦ લાખ ડોલર
વર્જીનિયા, અમેરિકા, કોરોના વાયરસ મહામારીના કારણે લોકડાઉનમાં વિશ્વમાં આર્થિક મંદી છવાયેલી રહી છે. અમેરિકાના વજિર્નિયાનો એક પરિવાર લોકડાઉન દરમયાન પોતાની ગાડી લઇને રસ્તા પર ફરવા નીકળ્યો હતો. દરમયાન રસ્તાની એકતરફે કેટલાક થેલા તેમની નજરે પડયા હતા. જો કે તેમાં નકામી ચીજવસ્તુ, કચરો હશે તેમ સમજીને પરિવારે આ થેલા પોતાની ગાડીમાં મૂકી દીધા. જો કે ઘરે જઇને થેલા ફંફોસતા જોવા મળ્યું હતું કે, થેલામાં નકામી વસ્તુ નહીં પરંતુ લાખો રૂપિયા હતા. અમેરિકન અખબારોમાં પ્રસિદ્વ સમાચાર મુજબ આ રકમ લગભગ ૧ મિલિયન ડોલર (૧૦ લાખ ડોલર) હતી.
અમેરિકામાં ચર્ચાસ્પદ બનેલ આ ઘટનામાં ડેવિડ અને એમિલી પોતાના બાળકો સાથે કેરોલીન કાઉન્ટીમાં આવેલા પોતાના ઘરેથી પીકઅપ ટ્રક લઇને ફરવા નીકળ્યા હતા. ફેમિલી અનુસાર તેઓએ રસ્તા પર કેટલાક થેલા જોય હતા. આથી તેઓને લાગ્યું કે કોઇએ નકામી ચીજવસ્તુ, કચરો ભરેલ થેલા રોડ પર ફેંકયા છે. આથી તેઓએ થેલા પીકઅપ ટ્રકની પાછળ મૂકી દીધા હતા.
ઘરે આવીને થેલા જોતા તેમાં ડોલર હોવાનું જોવા મળતા તેઓએ તુરંત કેરોલીન કાઉન્ટી શેરીફ કાર્યાલયને આ અંગે જાણ કરી હતી. જયાંથી બે અધિકારીઓ ફેમિલીના ઘરે આવ્યા હતા. જેઓને તમામ ડોલર સોંપી દેવાયા હતા. કેરોલીન શેરિફના મેજર સ્કોટ મોઝરે જણાવ્યું હતું કે, અમે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે આ ડોલર કયાંથી આવ્યા. આટલી મોટી રકમ સોંપી દેવાની પ્રમાણિકતા દાખવનાર પરિવારને ઇનામ આપીને સન્માનિત કરાશે.
આભાર – નિહારીકા રવિયા