લોકડાઉનમાં રાહત મળતાં જ ટાઉનહોલ નજીક ગાડીની લાઈનો લાગી
તસવીર – જયેશ મોદી, અમદાવાદ, લોકડાઉનમાં આંશિક રાહત મળતાં જ અમદાવાદના નગરજનો ધંધા નોકરી કરવા માટે બહાર નિકળ્યા હતા. ભર બપોરે પણ અમદાવાદના હાર્દ સમા ટાઉનહોલ પાસે શહેરમાંથી આવતા અને ગુજરાત કોલેજ તરફ જતાં રસ્તા પાસે ગાડીઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી.
એક તરફ ગરમીનો પારો લગભગ 40 ડિગ્રીથી ઉપર પહોંચી જતાં નગરજનો ટુ વ્હીલર પર જવાનું ટાળે છે અને ગાડીઓ લઈને ઓફિસ જવા નિકળતા જોવા મળે છે.
અમદાવાદ શહેરમાં હાલ માત્ર એલીસબ્રીજ અને સુભાષબ્રીજ ખુલ્લા રાખવામા આવ્યા છે જેના પરિણામે આ બન્ને બ્રીજા ઉપર ભારે ભીડ જાવા મળી રહી છે. એલીસબ્રીજ ઉપર બન્ને બાજુ ગાડીઓની લાઈનો લાગી જાય છે જેના પરિણામે ટ્રાફિક પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડે છે. આ પરિÂસ્થતિમાં વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાય છે. અમદાવાદ શહેરમાં દેશભરમાં બીજા નંબરે સૌથી વધુ કોરોનાના કેસો હોવા છતાં વ્યાપક પ્રમાણમાં અપાયેલી છુટછાટોથી નાગરિકોમાં ફફડાટ ફેલાયેલો છે.
જેના પરિણામે કેટલાક નાગરિકો હજુ પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. બે દિવસથી અપાયેલી છુટછાટ બાદ આગામી ચાર દિવસ પછી શહેરમાં કોરોનાના કેસો કેટલા વધે છે તેના પર તમામની નજર મંડાયેલી છે. અમદાવાદ શહેરમાં સર્જાયેલી કોરોનાની Âસ્થતિમાં કેટલાક વિસ્તારો રેડ ઝોનમાં છે પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં છુટછાટો આપવામાં આવતા હવે આ નાગરિકો અન્ય વિસ્તારમાં જઈ રહ્યાં છે. જેના પરિણામે મ્યુનિસિપલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.