લોકડાઉનમાં વંથલી PSIની સરાહનીય કામગીરી
પ્રવર્તમાન સમયમાં કોરોનાને કારણે સરકારે લોકોની અવરજવર સ્થગિત કરતા રોજેરોજ નું કમાઇ ને પેટિયું રળતા હજારો શ્રમિકોના ચૂલા બંધ થઇ ગયા છે ત્યારે આવા ગરીબ શ્રમિકોની વહારે આવવા માનવતા બેઠી થઇ છે.
આજરોજ વંથલી ની બઝાર માં ભિક્ષા માંગી રહેલ ગરીબ પરિવાર વંથલી પીએસ આઇ એન.બી.ચૌહાણ ની નઝરે ચડતા પુછપરછ કરી તે દરમિયાન તેમને જીવન જરૂરિયાત માલ સામાન ની જરૂરત હોવાનું જાણવા મળતા વંથલી પીએસઆઈ અને પોલીસે તેમને કીટ આપવી ઉત્તમ અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું (તસ્વીર – જીજ્ઞેશ પટેલ માણાવદર)