લોકડાઉનમાં હોટલ ઉદ્યોગને રાહત મળી

Files Photo
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં રપ માર્ચથી શરૂ થયેલા દેશવ્યાપી લોકડાઉન દરમીયાન હોટલ ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો પરંતુ કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરાયેલ વંદે ભારત મિશન અને કર્વારોન્ટાઈનની સુવિધાઓને કારણે હોટલ ઉદ્યોગ બચી જવા પામ્યો હતો. પ્રખ્યાત હોટલ ચેઈન આઈએમસીએલ અને લેમન ટ્રીએ તેમના ત્રિમાસિક પરિણામમાં આ વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે વંદેભારત મિશન અને કર્વારેન્ટાઈન સુવિધાઓ તેમજ તબીબી કર્મચારીઓના રોકાણથી આવક મળી છે. હોટલ ચેઈન આઈએમસીએલ (ઈન્ડીયન હોટેલ્સ કંપની લિમિટેડ)એ પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલથી જુન વચ્ચે રૂ.પર કરોડની કમાણીકરી છે.
આ આવકો લોકડાઉન સમયની છે અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા સરકારે હોટલને કર્વારોન્ટાઈન સેન્ટર બનાવ્યા હતા જેનાથી અનેક હોટલ્સને ફાયદો થયો હતો. જેમાં ડોકટર્સ તબીબી સ્ટાફને વિદેશથી પરત આવતા ભારતીયોને ફરજીયાત કવોરોન્ટાઈન રહેવુ પડતુ હતું. સરકારે તેના માટે હોટલોનો રોજીંદો ચાર્જ રૂ.૩પ૦૦ નકકી કર્યો હતો. આમ હોટલોને સૌથી મોટી રાહત વંદેમાતરમ્ મિશનથી થઈ હતી.