Western Times News

Gujarati News

લોકડાઉન દરમ્યાન જે પરિવારના ઘરમાં બાળકનો જન્મ થયો તેમને આર્થિક સહાય અપાઈ

ભરૂચની શેરપુરા ગ્રામ પંચાયતનું આવકારનીય પગલું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચની શેરપુરા ગ્રામ પંચાયત કોરોના કાળમાં ગ્રામજનો માટે સંકટ સમયની સાંકળ બનીને ઉભરી છે.લોકડાઉન દરમ્યાન ગામના એક પણ વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ ન થાય તે માટે સરપંચ, ઉપસરપંચ, ગામના વડીલો સહિતની આખી ટીમ ખડેપગે રહી હતી. લોકડાઉન દરમ્યાન જે પરિવારમાં બાળકોનો જન્મ થયો હતો તેમને પંચાયત દ્વારા આર્થિક સહાય અપાઈ છે.

આફત બનીને અચાનક આવી ચઢેલા કોરોનાના કારણે લોકો ભારે મુશ્કેલી થઈ હતી.ધંધા રોજગાર અને આવકના સ્ત્રોત ખોરવાઈ ગયા હતાં.આ દરમિયાન ગામના એક પણ વ્યક્તિ ભોજનની, રહેવાની તેમજ આરોગ્યની તકલીફમાં ના રહે તેની કાળજી શેરપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ નદીમ ભીખી અને વડીલોએ રાખી હતી.તેમના દ્વારા લોકડાઉન દરમિયાન અનેક સહાયની જાહેરાત કરાઈ હતી. જે પૈકી જે  લોકડાઉન દરમિયાન કોઈ વ્યક્તિ જો કોરોનાથી મૃત્યુ પામે તો તે પરિવારને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત થઈ હતી.દરેક ઘરનો ત્રણ મહિનાનો વેરો માફ કરાયો હતો.

લોકડાઉન દરમ્યાન કોઈ વ્યક્તિ મૃત્યુ પામી ન હોવાથી તે સહાય કોઈને અપાઇ નથી.આ ઉપરાંત ગામમાં કોઈ પરિવારમાં બાળકનો જન્મ થાય તો આર્થિક સહાયની પણ ખાતરી અપાઈ હતી.આ પરિવારને  ડિલિવરી, મેડિકલ તેમજ બાળકના ભરણ પોષણના ખર્ચનું ભારણ જે-તે પરિવાર પર ઓછું થાય તેમને પણ સહાયની જાહેરાત કરાઈ હતી.જે અંતર્ગત આજે ઉપસરપંચ નદીમ ભીખી, સભ્યો કપિલા સોલંકી, છત્રસિંગ વસાવા,જાવીદ પટેલ,ગામના આગેવાન હનીફ પટેલ ઉર્ફે હનીફ ટપાલી, માજી સભ્ય અહમદ કાલુ, મેડિકલ ઓફિસર આદિલ પટેલ,સહાયક મુબારક પટેલ,કોમ્યુટર ઓપરેટર સમીરાબાનુ શેખ અને મંજુલાબેન વસાવાના હસ્તે સહાય વિતરણ કરાઈ હતી.

જે પરિવારમાં બાળકીનો જન્મ થયો હોય તેમને ૫,૦૦૦ અને જે છોકરાનો જન્મ થયો હોય તેમને ૨,૫૦૦ રૂપિયા થઈ કુલ ૧૭ માતાઓને ૫૫,૦૦૦ રૂપિયાની સહાય અપાઈ હતી.આ પરિવારોએ ગ્રામ પંચાયતની આ સહાય માટે આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.