Western Times News

Gujarati News

લોકડાઉન દરમ્યાન સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતા બંધ કરાઈ હતી મહંમદપુરા APMC

૮૪ દિવસ થી બંધ ભરૂચની મહંમદપુરા એપીએમસીના ગેટનું તાળું તોડી વેપારીઓને પ્રવેશ આપતા ખુશી.

એપીએમસી ના ઈશાક પટેલ (દેરોલવાલા) એ ગેટનું તાળું મહંમદપુરા એપીએમસી પુનઃ ધમધમતું થયું.

ભરૂચની મહંમદપુરા એપીએમસીના ચેરમેન અરુણસિંહ રણાના ગાલ ઉપર તમાચો.

સોશ્યલ ડીસન્ટન્સના નામે મહંમદપુરા એપીએમસી બંધ કરાઈ હતી : રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ.

(વિરલ રાણા દ્વારા)ભરૂચ,: ભરૂચ જીલ્લા માં કોરોના વાયરસ ની મહામારી ના કારણે મહંમદપુરા એપીએમસી સોશ્યલ ડિસ્ટન્સ ના નામે બંધ કરાવી એપીએમસી નું સ્થળાંતર વડદલા એપીએમસી ખાતે કરાયું હતું.જે કેટલાક વેપારીઓ એ મહંમદપુરા એપીએમસી ની આસપાસ જ પોતાનો વેપાર શરૂ કરી દીધો હતો.ત્યાર બાદ 84 દિવસ બાદ 30 મી જૂન ના રોજ એપીએમસી અંગે નું જાહેરનામું પૂર્ણ થતા જ કિસાન વિકાસ સંઘ ની આગેવાની માં એપીએમસી ના સંચાલક પાસે પ્રવેશદ્વાર નો ગેટ નું તાળું તોડાવી વેપારીઓ ને પ્રવેશ આપવામાં આવતા વેપારીઓ માં ખુશી ની લહેર જોવા મળી હતી.

ભરૂચ જીલ્લા માં કોરોના પોઝીટીવ કેસો મળી આવતા જીલ્લા માં ચાર તબક્કા નું લોકડાઉન ચાલી રહ્યું હતું.ત્યારે લોકડાઉન ના સમય માં મહંમદપુરા એપીએમસી માં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનું આગળ ધરી મહંમદપુરા એપીએમસીને વડદલા એપીએમસી ખાતે સ્થળાંતર કરતુ જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયું હતું અને મહંમદપુરા એપીએમસી સદંતર બંધ કરી દેવાયું હતું.પરંતુ મહંમદપુરા એપીએમસી ના વેપારીઓએ મહંમદપુરા એપીએમસી ના જ મુખ્ય માર્ગ ઉપર જ પોતાનો વેપાર શરૂ કરી દીધો હતો અને જીલ્લા વહીવટી તંત્ર નો જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ થતો હોય અને જાહેરમાર્ગો ઉપર જ ધમધમતા વેપાર ના કારણે આસપાસ ના સોસાયટી ના રહીશો અને રાહદારીઓ ને કોરોના નું સંક્રમણ નો ભય સતાવી રહ્યો હતો.ત્યારે ભરૂચ ના કિસાન વિકાસ સંઘ ના અરવિંસિંહ રણા એ એપીએમસી શરૂ નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવતા આખરે જીલ્લા અધિક કલેકટરે ૧લી જુલાઈ થી એપીએમસી શરૂ કરી શકાશે તેવી મૌખિક બાંહેધરી આપી હતી.

ત્યારે બાદ ૧લી જુલાઈ ના રોજ સવાર ના દશ વાગ્યા સુધી પણ મહંમદપુરા એપીએમસી શરૂ કરવામાં ન આવતા કિસાન વિકાસ સંઘ ના અરવિંદસિંહ રણા એ ખેડૂતો અને વેપારીઓ ને સાથે રાખી નવું જાહેરનામું પ્રસિદ્ધ થયું ન હોવાના મહંમદપુરા એપીએમસી ના પ્રવેશદ્વારના ગેટ નું તાળું એપીએમસીના ઇશાક પટેલ (દેરોલવાલા) પાસે તોડાવી વેપારીઓને પ્રવેશ આપતા ની સાથે જ વેપારીઓ એ કિસાન વિકાસ સંઘ ના નારા સાથે મહંમદપુરા એપીએમસીમાં પ્રવેશ મેળવ્યો હતો.જો કે આજે મહંમદપુરા એપીએમસીના વેપારીઓ એ પોતાની દુકાનો માં સાફ સફાઈ કરી એપીએમસી રાબેતા મુજબ શરૂ કરવાની કવાયત શરૂ કરી હતી.જો કે મહંમદપુરા એપીએમસી શરૂ થતા ચેરમેન અરૂણસિંહ રણા ની રાજકીય રમત ઉપર પાણી ફરી વળ્યું હોય તેવી ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે.

એપીએમસી માં 84 દિવસ થી બંધ રહેલી દુકાનો માં રહેલા માલસામાન ની દુર્ગંધ થી ભયકંર રોગચાળો ફેલાઈ તેવી દહેશત. મહંમદપુરા એપીએમસી ખાતે કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક બંધ કરાવી પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરતા 84 દિવસ બાદ મહંમદપુરા એપીએમસી ના વેપારીઓ એ પોતાની દુકાન ના શટર ખોલતા જ દુકાન માં રહેલો ફળ,ફ્રૂટ અને શાકભાજીનો બગડી ગયેલો જથ્થો અત્યંત દુર્ગંધ મારતો થઈ જતા હવે નવો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે.ત્યારે મહંમદપુરા એપીએમસીના વેપારીઓ એ પોતાની દુકાનો માં સાફસફાઈ શરૂ કરી પોતાનો વેપાર પુનઃ શરૂ કરવાની કવાયત હાથધરી છે.

 વડદલા એપીએમસી પણ ચાલુ રાખવામાં આવશે : ચેરમેન અરૂણસિંહ રણા મહંમદપુરા એપીએમસી નું જાહેરનામું પૂર્ણ થયું છે.ત્યારે મહંમદપુરા એપીએમસી આજરોજ થી પુનઃ શરૂ કરવામાં આવી છે.પરંતુ વડદલા એપીએમસી પણ કાર્યરત રહેશે અને ભરૂચ તાલુકા માં મહંમદપુરા એપીએમસી અને વડદલા એપીએમસી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે અને તેનો ઠરાવ પણ થયો છે અને પૂર્વપટ્ટી ના ખેડૂતો માટે વડદલા એપીએમસી આશીર્વાદરૂપ બની રહી હોવાનું એપીએમસી ના ચેરમેન અરૂણસિંહ રણા એ જણાવ્યું હતું.

ફોટોલાઈન : છેલ્લા 84 દિવસ થી બંધ પડેલી મહંમદપુરા એપીએમસી નું તાળું તોડાવી વેપારીઓ માટે ખુલ્લું કરવામાં આવતા વેપારીઓ માં ખુશી ની લહેર જોવા મળી હતી.એપીએમસી ના ગેટ નું તાળું મહંમદપુરા એપીએમસીના સંચાલકો તોડી રહ્યા હોવાના દ્રશ્યો તેમજ એપીએમસી માં પ્રવેશ મેળવતા વેપારીઓ માં ખુશી જોવા મળી રહી છે.(તસ્વીર : વિરલ રાણા,ભરૂચ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.