લોકડાઉન: નીતીશનો નિર્ણય નૌટકી : તેજસ્વી યાદવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/tejashwi-yadav-scaled.jpg)
પટણા: બિહારની નીતીશ સરકારે કોરોનાના વધતા મામલાને લઇ ૧૫ મે સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે પરંતુ સરકારના આ નિર્ણય બાદ બિહારમાં રાજનીતી શરૂ થઇ ગઇ છે. નીતીશકુમારના લોકડાઉન સંબંધી ટ્વીટ પર સૌથી પહેલા તેજસ્વી યાદવે પલટવાર કર્યો અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિશાન પર લીધા નીતીશકુમારે જેવી જ ટ્વીટ કરી લોકડાઉનની જાહેરાત કરી તેજસ્વીએ લખ્યું ૧૫ દિવસથી સમગ્ર વિરોધ પક્ષ લોકડાઉન કરવાની માંગ કરી રહ્યાં હતો પરંતુ નાના સાહેબ પોતાના મોટા સાહેબના આદેશનું પાલન કરી રહ્યાં હતાં કે ૨ મે સુધી લોકડાઉન લગાવવાનું નથી હવે જયારે ગામે ગામ શહેરોમાં સંક્રમણ ફેલાઇ ગયો છે ત્યારે રાજય સરકાર દેખાડો કરી રહી છે આ સંકટ કાળમાં તો નિમ્નસ્તરીય નૌટકી અને રાજનીતિથી બહાર આવો
તેજસ્વી યાદવે કહ્યું કે રાજયમાં કોરોનાથી સ્થિતિ ખરાબ થઇ રહી હતી આમ છતાં રાજય સરકાર દ્વારા કોઇ પગલા ઉઠાવવામાં આવ્યા ન હતાં માત્ર મોટી મોટી વાતો કરવામાં આવી રહી હતી હવે જયારે પાણી નાક ઉપર વહી ગયું ત્યારે દેખાડા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે જાે આ જાહેરાત પહેલા કરવામાં આવી હોત તો કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો હોત પરંતુ આપણા નાના સાહેબ મોટા સાહેબની વાતનું પાલન કરી રહ્યાં હતાં. રાજયમાં આરોગ્યને લઇને લોકોમાં નારાજગી છે દવા મળી રહી નથી