લોકડાઉન ને સફળ બનાવવા ઝઘડીયા પોલીસ સક્રિય : જાહેરનામાનો ભંગ કરતા ૧૨ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ ચાર વાહનો ડિટેઈન કર્યા.

ભરૂચ: ઝઘડિયા પોલીસ દ્વારા લોક ડાઉનના સમયગાળા દરમ્યાન જાહેરનામાનો ભંગ કરતા બાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને ચાર વાહનો ડિટેઇન કર્યા છે.ઝઘડિયા પોલીસે કામ વગર રખડતા ઈસમો પર તવાઈ બોલાવી છે.
કોરોના વાયરસ ના સંક્રમણના પગલે દેશભરમાં લોક ડાઉન કરવામાં આવતા વિવિધ પ્રકારના પ્રતિબંધો વહીવટી તંત્ર દ્વારા અમલ કરવામાં આવી રહ્યા છે.ગતરોજ ઝઘડિયા પોલીસ દ્વારા લોક ડાઉનના સમયગાળા દરમિયાન જાહેરમાં રખડતા બાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા જાહેર રસ્તા ઉપર બિનજરૂરી નીકળતા વાહન ચાલકોના ચાર વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.
લોક ડાઉન ના પગલે ઝઘડિયા મુલદ ચોકડી, ગુમાનદેવ ફાટક, ઝઘડિયા ચાર રસ્તા પર શીફટ વાઈઝ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.રાઉન્ડ ધ ક્લોક ઝઘડિયા પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા વાહન ચકાસણી ચાલી રહી છે.આ ઉપરાંત ઝઘડિયા શહેરની આસપાસના ગામોમાં નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.ગામડાઓમાં પણ ચુસ્તપણે લોક ડાઉનનો અમલ ઝઘડિયા પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા લાઉડ સ્પીકર પર લોકોને ઘરની બહાર નહીં નીકળવા અને સહકાર આપવા જણાવાઈ રહ્યું છે.આ બાબતે ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પ્રવીણભાઈ વસાવા દ્વારા જણાવ્યું હતું કે ઝઘડિયા માંથી પસાર થતા સરદાર પ્રતિમા રોડ પર ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત માંથી આવતા કામદારો, કારીગરો ને જ્યાં છે ત્યાં રોકાઈ જવા જણાવાઈ રહ્યુ છે.