લોકડાઉન પછી ૨૫ ટકા લોકોએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો
નવી દિલ્હી: કોરોનાકાળમાં અનલોક દરમિયાન વ્યકતિગત લોનની ડિમાન્ડમાં જાેરદાર વધારો થયો છે. મુંબઈ જે ભારતનું આર્થિક હબ ગણાય છે, ત્યાં નવો ધંધો શરૂ કરવા માટે ૨૫% લોકોએ પર્સનલ લોન લીધી છે. આ સિવાય ૧૭% લોકોએ ટુ અને ફોર વ્હિલર્સની ખરીદી માટે પર્સનલ લોનની અરજી કરી છે. મહત્વનો આંકડો ઈલેકટ્રોનિક્સ ઉપકરણો માટે લેવામાં આવેલ લોનનો છે.
વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે ૧૫%એ લેપટોપ, ટેબલેટ સહિતના ઈલેકટ્રોનિક ઉપકરણો માટે લોન લીધી છે, આ વાત ઈન્ડિયાલેન્ડસના એક રીપોર્ટમાં જાણવા મળી છે. લોન લેનાર ગ્રાહકો અંગે રીસર્ચ કરતી ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઈન્ડિયાલેન્ડના મ્ર્િિર્ુીિ ઁેઙ્મજી ઇીॅર્િં હ્વઅ ૈંહઙ્ઘૈટ્ઠઙ્મીહઙ્ઘજ રિપોર્ટમાં ૨૫મી માર્ચ, ૨૦૨૦થી ૨૦મી માર્ચ, ૨૦૨૧ સુધીના એક વર્ષના સમયગાળામાં ૨૧થી ૫૫ વર્ષના દોઢ લાખ લોન લેનારા ગ્રાહકોને આવરી લેવામાં આવ્યા છે.
આ યુવાનો કેન્દ્રિત રિપોર્ટમાં લગભગ ૫૨% ઋણ ધારકોની વયજૂથ ૨૫-૩૫ વર્ષ હતી. રિપોર્ટમાં મહિલા અને પુરુષ ઋણ ધારકોને સામેલ કરાયા હતાં કે જેઓ રૂ. ૧૦,૦૦૦થી રૂ. ૫૦,૦૦,૦૦૦ સુધની રેન્જમાં લોન ઇચ્છતા હતા. કોવિડ-૧૯ મહામારી તથા તેનો સામાજિક અને આર્થિક પ્રભાવને કારણે આશરે ૨૫% ઋણ ધારકોએ તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી, જ્યારે ૧૮% ઋણ ધારકોએ તેમના મેડિકલ ખર્ચના વ્યવસ્થાપન માટે અને ૧૭% ઋણ ધારકોએ ૨-વ્હીલર અથવા ૪-વ્હીલર વાહન ખરીદવા માટે લોન લીધી હતી. દિલ્હી એનસીઆરમાં સૌથી વધુ લોન અરજીઓ નોંધાઇ છે.
ત્યારે ટિયર ૨ શહેરોમાં પણ લોન અરજીઓમાં ૩૮ ટકાનો વધારો થયો છે. લક્ઝરી ખર્ચમાં ઘટાડાને કારણે ટિયર ૧ શહેરોમાં લોન અરજીઓ ઘટી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૩૧% લોન માત્ર વોશિંગ મશીન અને ડિશવોશર જેવા ઘરેલું ઉપયોગ માટેના સાધનો માટે લેવામાં આવી છે. આ સિવાય ૨૫% લોન સ્વાસ્થ્ય સેવા સંબંધિત ખર્ચા માટે માંગવામાં આવી છે. મુંબઇમાં ૨૭% ઋણ ધારકોએ તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પર્સનલ લોન લીધી હતી,
જ્યારે રિમોટ વર્કિંગ કલ્ચરને કારણે ૧૫% ઋણ ધારકોએ લેપટોપ, ટેબલેટ્સ વગેરે જેવાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સની ખરીદી માટે લોન લીધી હતી. બેંગ્લોરમાં ૨૮% લોન અરજીઓ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સની ખરીદી માટે થઇ હતી, રસપ્રદ વાત એ છે કે આ શહેરમાં લોકોએ તેમના ફ્રી સમયનો ઉપયોગ અપસ્કિલ અથવા પોતાની જાતને અપગ્રેડ કરવા માટે લોન એપ્લિકેશન કરી હતી. અપસ્કિલિંગ કોર્સિસ માટે ૧૨% ઋણ અરજી થઇ હતી. હૈદરાબાદમાં મેડિકલ ખર્ચ માટે ૨૦% ઋણ ધારકોએ પર્સનલ લોન લીધી, જ્યારે ૧૫% લોન અરજીઓ અપસ્કિલિંગ કોર્સિસ માટે થઇ છે.
ઇન્ડિયાલેન્ડ્સના સંસ્થાપક અને સીઇઓ ગૌરવ ચોપરાએ કહ્યું હતું કે, કોવિડ-૧૯ અને મહામારીને કારણે સર્જાયેલ સમસ્યાને કારણે જીવનના સૌથી કપરા ૧૨ મહિનામાં ધંધા-રોજગારને સૌથી વધુ ફટકો પડ્યો છે. જાેકે ઇન્ડિયાલેન્ડ્સના બોરોવર પલ્સ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે રિકવરી ઝડપી હતી, તેથી યુવાધને પોતાની સૂઝબુઝ થકી ઉદ્યોગ સાહસિકતાની ભાવના કેળવી અને ઉધાર લઈને પણ ધંધા કારોબાર શરૂ કર્યા, જે એક સકારાત્મક બાબત છે.