Western Times News

Gujarati News

‘લોકડાઉન પુરુ થશે એટલે પાછો આવીશ…’- મહમ્મદ શોએબ

સરકારે સારી વ્યવસ્થા કરી છે…બધી જ સુવિધા મળી….પાણી મળ્યું… ચેક-અપ થયું… સ્ટેશન પહોંચ્યા ત્યાં ખાવાનું પણ મળ્યું…’

કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરાયો…. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા…. ગુજરાત સરકારે શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી… તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પ્રશાસને પણ અત્યાર સુધી 1.65 લાખ  શ્રમિકોને  વતન મોકલ્યા છે. શ્રમિકો કે પર પ્રાંતિયો જ્યાં હોય છે ત્યાંથી એમને અમદાવાદ રેલ્વે સ્ટેશન લાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને અંહીથી જે રાજ્યના વતની હોય તે રાજ્યની ટ્રેનમાં બેસાડીને વતન મોકલવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના વતની શ્રી શોએબ મહમ્મદ પણ આવા જ એક પર પ્રાંતિય છે. તેઓ તેમના પત્ની અને પુત્ર સાથે વતવ જવા રવાના થયા.  જેમને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરીને તેમના વતનમાં મોકલવામાં આવ્યા હતા… તેમનો અનુભવ તેમના મુખેથી સાંભળીએ…

‘મારુ નામ મહમ્મદ શોએબ છે…હુ ઉત્તર પ્રદેશનો રહેવાસી છુ, અને અહીં અમદાવાદના રખિયાલમાં રહું છું…અને સીલાઈ કામ કરુ છુ…લગભ ૨ મહિનાથી અહીં અટવાયા હતા….કેટલાય દિવસથી વતન જવાની ઈચ્છા હતી…કાલે ટોકન મળ્યો…બસમાં બેઠો અને કાલુપુર પહોંચ્યો… મોદીજીએ સારી વ્યવસ્થા કરી છે…અમે બસમાં બેઠા ત્યારથી જ બધી સુવિધા મળી…. બસમાં બેઠા કે તરત જ પાણી મળ્યું… ચેક-અપ થયું… સ્ટેશન પહોંચ્યા ત્યાં ખાવાનું પણ મળ્યું… બહુ સારી વ્યવસ્થા હતી.. લોકડાઉન પુરુ થશે એટલે પાછો આવીશ…’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.