લોકડાઉન-પ- મંદિરો અને મોલ્સ ખોલવાની મંજૂરી મળશે
અમદાવાદ સહિત ૧૩ મોટા શહેરોમાં હજુ પણ કેટલાક નિયંત્રણો યથાવત રહેશે ઃ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત
અમદાવાદ, દેશભરમાં કોરોનાના પગલે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે સતત ચાર વખત લોકડાઉન લંબાવ્યા બાદ તા. ૩૧મીના રોજ, આવતીકાલે લોકડાઉન ૪ની મુદત પૂર્ણ થઈ રહી છે. દેશભરમાં લોકડાઉન પાંચ લાદવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. કેન્દ્ર સરકાર લોકડાઉનમાં છુટછાટો આપવાની સત્તા રાજય સરકારોને સુપ્રત કરવાની છે. રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સચિવોએ છુટછાટના મુદ્દે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે અને તેની જાહેરાત આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરવાના છે. લોકડાઉન પાંચમાં ધાર્મિક સ્થાનો ઉપરાંત મોલ્સ અને કેટલાક સિનેમાઘરોને ખોલવાની છુટ આપવામાં આવે તેવી પૂરેપૂરી શકંયતા છે. જ્યારે હોટેલો અને રેસ્ટોરન્ટોને પણ શરતોને આધીન ખોલવાની છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે.
દેશભરમાં ફેલાયેલા કોરોનાના પગલે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. સતત ચાર વખત લોકડાઉન જાહેર કરવાથી ભારતમાં વસ્તીના પ્રમાણમાં કેસોની સંખ્યા ખૂબ જ સિમિત રહી છે. અને વિશ્વભરના દેશોએ ભારતની કોરોનાની Âસ્થતિમાં લીધેલા પગલાની પ્રશંસા કરી છે. લોકડાઉનના પગલે કોરોનાનો વ્યાપ વધ્યો નથી જાકે દેશમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં સૌથી વધુ કેસો નોંધાયા છે.
શહેરોની વાત કરીએ તો મુંબઈ પછી અમદાવાદ બીજા નંબરે છે. દેશના સૌથી વધુ કેસો જે શહેરોમાં નોંધાયા છે તેવા ૧૦ શહેરોમાં ફરી વખત કેન્દ્ર સરકાર સરવે કરવાની છે અને આ માટેની તૈયારીઓ પણ થઈ ગઈ છે. બીજી બાજુ લોકડાઉન-૪ની મુદત આવતીકાલે રવિવારે પૂર્ણ થઈ રહી છે, જ્યારે લોકડાઉન પાંચમાં કઈ કઈ છુટછાટો આપવામાં આવશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. સરકાર કોરોનાને કાબુમાં લેવાની સાથે સાથે અર્થતંત્રને પણ મજબૂત કરવા માટે છુટછાટો આપી રહી છે. આ પરિÂસ્થતિમાં છુટછાટોના પગલે પરિÂસ્થતિ વધુ ગંભીર બને તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
કોરોના સંક્રમણને કારણે દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનના ચોથા તબક્કાનો આવતીકાલે અંત આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર નવી ગાઈડ લાઈન્સ તૈયાર કરી રહી છે. જે અંતર્ગત ૧લી જૂનથી દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનના પ્રતિબંધો મોટાભાગે સમાપ્ત થઈ જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશના ૧૩ શહેરોને બાદ કરતા તમામ વિસ્તારોમાંથી પ્રતિબંધ હટી જશે. હોટલો, મોલ્સ, અને રેસ્ટોરન્ટને પણ ૧લી જૂનથી મંજુરી આપવામાં આવે તેવી શક્યતા છે. આ અંગેના દિશાનિર્દેશો જાહેર થાય તેવી શક્યતા છે.
ગુરૂવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રી શાહે વાતચીત કરી હતી તે પછી ગઈકાલે તેમણે પીએમ મોદી સાથે પણ ચર્ચા કરી હતી. બન્નેએ નવી ગાઈડ લાઈન્સને લઈને મંથક કર્યુ હતું. આવતા ૧પ દિવસ માટે દેશભરમા લાગુ થનાર દિશાનિર્દેશોની જારી જારી કરવામા આવશે. જે ૧૩ શહેરોમાં પ્રતિબંધો રહેશે, તે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પૂણે, થાણે, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકત્તા, ઈન્દોર, જયપુર, જાધપુર, ચેન્ગલપટ્ટુ અને તિરૂવલુર છે. હોટલ, મોલ્સ, રેસ્ટોરન્ટને પણ ૧લી જૂનથી ખોલવાની મંજુરી મળે તેવી શક્યતા છે. જા કે હોટલોને તબક્કાવાર રીતે ખોલવામાં આવશે.
હાલ દેશમાં હોપિીટાલીટી સર્વિસ બંધ છે. આવતીકાલે પીએમ મોદી મન કી બાતમાં આવતા તબક્કાને લઈને કેટલીક સ્પષ્ટતા કરે તેવી શક્યતા છે. ૧લી જૂનથી મોટાભાવની પÂબ્લક ટ્રાન્સપોર્ટ સેવા નિયમો સાથે શરૂ થઈ જશે. આ સિવાય ધાર્મિક ગતિવિધિ, પરિવહન અને વ્યાપાર સંબંધી છુટછાટો આપવામાં આવશે. સ્કૂલ ખોલવા અંગેનો નિર્ણય જે તે રાજ્યો પર છોડવામાં આવશે. જા કે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક વગેરે ફરજીયાત બનશે. હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં ઘણી બધી છૂટછાટો જાહેર જશે. હોટસ્પોટમાં ૧પ દિવસ લોકડાઉન લંબાવાય તેવી શક્યતા છે.
નવા લોકડાઉન પ.૦ માં રાજયોલની જવાબદારી વધી જવાની છે. બજારો અને દુકાનો ખોલવાના મામલામાં વધુ રાહતો મળશે. દુકાનો મોડે સુધી ચાલુ રાખી શકાશે. ડોમેÂસ્ટક વિભાનની સેવા પણ વધશે. કોરોાને રોકવા પહેલીવાર ર૪ માર્ચે ર૧ દિવસ પછી ૩જી મે સુધી અને બદામાં ૧૭ મે સુધી અને છેલ્લે ૩૧ મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું હતું.