લોકડાઉન બાદ અમદાવાદમાં છેતરપીંડીના બનાવોમાં ઉછાળો
અમદાવાદ: શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ ધીમે ધીમે વેગ પકડી રહ્યા છે ગત કેટલાંક દિવસોમાં છેતરપીડીના ગુના પણ ચિતાજનક રીતે સામે આવી રહ્યા છે સતત શિકારની શોધમાં રહેતા ઓનલાઈન ઠગો તથા અન્ય ક્રિમીનલ માઈન્ડ ધરાવતા શખ્શો એકટીવ થઈ ગયા છે જેને પરીણામે અમદાવાદનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં આવા ગઠીયાઓ સામે ફરીયાદો નોંધાઈ છે. જેમા સીમ સ્વેપ થઈ લઈને સસ્તા કામ કરી આપવાનાં બહાના માલ પડાવી લેવાના કિસ્સા સામેલ છે.
દાણીલીમડા વિસ્તારમાં ધર્મેશ મનસુખભાઈ પટેલ રહે ગોપાલ ચોક, ધરતી સ્કુલની બાજુમા, નવા નરોડા, પોતાની કપડાંની ફેક્ટરી ધરાવે છે તેમને કાપડ વોશ કરાવવાના હોવાથી દાણીલીમડા સુએઝ ફાર્મ પર આવેલી લકી એસ્ટેટ ખાતે અલી વોશ નામે ગોડાઉન ધરાવતાં અશરફઅલી મહેમદ સુબરાતી શેખ (દાણીલીમડા) એ ધર્મેશભાઈ તથા અન્ય વેપારીઓનો સંપર્ક કર્યો હતો
અને તેમને ભરોસો આપીને કુલ રૂપિયા ૩૬ લાખ ૬૩ હજારની જીન્સ ધોવા માટે લઈ ગયો હતો જા કે ધોઈને પરત કરવાને બદલે અશરફઅલી આ જથ્થો લઈને નાસી છૂટ્યો હતો ઘણા દિવસ સુધી સંપર્ક ન થતા તપાસ બાદ ધર્મેશભાઈ અને અન્યો દાણીલીમડા પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને અશરફઅલી વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોંધાવી છે.
ચાંદખેડા પંચલોક ચાર રસ્તા ખાતે રહેતા અને ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતા નરેશભાઈ જેઠાભાઈ પરમાર (૩૫)નો સંપર્ક તેમના કોઈ મિત્ર મારફતે દિપક નરોત્તમભાઈ પરમાર (નાની હરા ઠાકોરવાસ પાટણ તથા આનંદ વિહાર સોસાયટી, દાણીલીમડા) સાથે થઈ હતી દિપકે નરેશભાઈને તેમની ગાડી પાટણ નગર પાલિકામા ભાડેથી મુકીને દર મહીને રૂપિયા ૧૫૦૦૦ આપવાની વાત કરી હતી જા કે ગાડી લઈને ભાગી ગયેલા દિપકનો કોઈ અતોપતો ન રહેતા છેવટે નરેશભાઈએ છેતરપીડીની ફરીયાદ નોધાવી છે.
સરખેજ આંબલી ઈસ્કોન રોડ પર આવેલી એક સોસાયટીમા રહેતા સીમાબેન પટેલને થોડા દિવસો અગાઉ બપોરના સુમારે એક શખ્શે ફોન કરી તમારો ફોન ૩જી માથી ૪જીમા ફેરબદલ કરવાનો છે તેમ કહી એક એસએમએસ ફોરવર્ડ કરવા કહ્યુ હતુ જે કરતા ફોન કરનાર ગઠીયાએ તેમનો મોબાઈલ ફોન હેક કરીને બેંકમાંથી ટુકડે ટુકડે કુલ રૂપિયા ૨.૩૯ લાખ ઉઠાવી લીધા હતા. જેની થતા સીમાબેને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
આવો જ બનાવ બાપુનગર ખાતે બન્યો છે નિવૃત્ત જીવન ગુજારતા શરદકુમાર ચૌધરી (અન્નપૂર્ણ સોસાયટી, અનિલ રોડ, બાપુનગર) આશ્રમ રોડ પર આવેલી બેકમાં રૂપિયા ઉપાડવા ગયા હતા પરતુ તેમના ખાતામાંથી અન્ય કોઈ શખ્શે તેમનો મોબાઈલ નંબર બદલાવીને કુલ રૂપિયા ૫.૩૬ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાની જાણ થતા તે ચોકી ઉઠ્યા હતા શહેર સાયબર ક્રાઈમ પોલીસ આ અંગેની તપાસ ચલાવી રહી છે.