લોકડાઉન બાદ શાળાઓ ખુલશે ત્યારે સ્કૂલ વાન અને રીક્ષાના ભાડા વધશે
અમદાવાદ, સ્કૂલરિક્ષા અને વાનના ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે. કોરોનાના કારણે સ્કૂલ બંધ છે. ત્યારે સ્કૂલ બંધ હોવાથી સ્કૂલરિક્ષા અને વાનના પણ પૈડા થંભી ગયા છે. ત્યારે હવે ધીરે ધીરે બધુ શરૂ થઇ રહ્યું છે. ત્યારે ફરી સ્કૂલ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેને લઇ સ્કૂલરિક્ષાને લઇને પણ સરકાર કેટલાક નિયમો બનાવી શકે છે. મળતી મુજબ સ્કૂલો ચાલુ થાય ત્યારે સ્કૂલરિક્ષા,સ્કૂલવાન કે સ્કૂલબસને કેવી રીતે અને કેટલા વિદ્યાર્થીઓને બેસાડીને ચલાવવી તેની ગાઇડલાઇન સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે.
ત્યારે હવે જો સ્કૂલવાનમાં સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરાવામાં આવશે તો સ્કૂરરિક્ષામાં ૫૦ ટકા જ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. જેને કારણે સ્કૂલરિક્ષાનું ભાડું ત્રણ ગણું વધી શકે છે. સ્કૂલવાન ચાલકો અને વાલીઓ બંનેની હાલત આગામી સમયમાં કફોડી બનશે કારણ સ્કૂલવર્ધી વાહનોનું ભાડું ગત માર્ચ મહિનાથી વાલીઓ પાસેથી વસુલાયું નથી. જે હવે મળવાની શક્યતા ઓછી છે.