લોકતાંત્રિક દેશોએ એકસાથે આવવું જરૂરી: અમેરિકા
વોશિંગ્ટન, યુક્રેન સંકટ પર ભારત સીધી રીતે રશિયાની ટીકા કરવાથી બચી રહ્યું છે. જેનું એક મોટું કારણ છે સૈન્ય હથિયારો અંગે રશિયા પર ર્નિભરતા. અમેરિકા પણ આ વાત સમજે છે અને હવે તેણે ભારતને એક મોટી ઓફર મૂકી છે.
યુએસએ રશિયન હથિયારોની ટીકા કરતા કહ્યું કે તેઓ ભારતની રક્ષા ક્ષેત્રમાં મદદ માટે તૈયાર છે. હવે જાેવાનું એ રહેશે કે આ ઓફર બાદ શું ભારત રશિયાથી અંતર જાળવશે ખરા? રાજનીતિક મામલા પર અમેરિકાના વિદેશ સચિવ વિક્ટોરિયા નુલેન્ડે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે એ વિચારવાની જરૂર છે કે શું હથિયારો માટે રશિયા પર તેની ર્નિભરતા ઠીક છે, કારણ કે રશિયાની લગભગ ૬૦ ટકા મિસાઈલ કામ કરવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું કે ભારત જુએ કે રશિયાના હથિયારો યુદ્ધના મેદાનમાં કેટલું ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે.
વિક્ટોરિયાએ જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને તેમણે ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે અમેરિકા ભારતને રક્ષા આપૂર્તિ માટે રશિયા પર ર્નિભરતા ખતમ કરવામાં મદદ કરવા માટે તૈયાર છે.
રશિયા-ચીન સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે યુક્રેન પર હુમલા વચ્ચે રશિયાએ ચીન પાસે મદદ માંગી છે. તે ચીન પાસે પૈસા અને હથિયારોની મદદની માગણી કરી રહ્યું છે. તેનાથી રશિયા અને ચીનના સંબંધ મજબૂત બની રહ્યા છે જે ન તો અમારા માટે સારું છે ન તો ભારત માટે.
અમેરિકાના વિદેશ સચિવે કહ્યું કે રશિયા કેમિકલ અને જૈવિક હથિયારોના ઉપયોગ મુદ્દે બેજવાબદારીભર્યું નિવેદન આપી રહ્યું છે. આવા સમયમાં જ્યારે અતિવાદી તાકાતો એક થઈ રહી છે, ભારત અને અમેરિકા જેવા લોકશાહી દેશોએ માટે એ જરૂરી છે કે તેઓ એકસાથે ઊભા રહે. વિક્ટોરિયા નુલેન્ડે કહ્યું કે અમેરિકા સમજે છે કે ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક સંબંધ રહ્યા છે પરંતુ એ વાત મહત્વપૂર્ણ છે કે યુક્રેન-રશિયા મુદ્દે આપણે એકસાથે ઊભા રહીએ.
રક્ષા આપૂર્તિ માટે રશિયા પર ભારતની ર્નિભરતા અમે સમજીએ છીએ. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. અમે ભારત સાથે રક્ષા ક્ષેત્રમાં વધુમાં વધુ સહયોગ કરવા માટે ઉત્સુક છીએ. અમારા યુરોપીયન સહયોગીઓ અને ભાગીદારીઓ આમ કરવા માટે ઉત્સુક છે.
અમેરિકાના વિદેશ સચિવે આગળ કહ્યું કે અમે આ તથ્ય અંગે પણ વાત કરી કે શું રશિયા વાસ્તવમાં ભારત માટે એક વિશ્વસનીય રક્ષા આપૂર્તિકર્તા છે? જાેઈ લો કે યુદ્ધના મેદાનમાં રશિયન હથિયારોનું પ્રદર્શન કેટલું ખરાબ છે. તેમની જમીનથી જમીન પર માર કરનારી લગભગ ૬૦ ટકા મિસાઈલો પણ ચાલુ નથી.
તો પછી સવાલ એ ઉઠે છે કે શું રશિયા પાસે કોઈને આપવા માટે હથિયાર હશે? જાે અમે રશિયા સામે લડવા માટે યુક્રેનને હથિયારોની મદદ કરી શકીએ તો ભારતને કેમ ન આપી શકીએ. શું તમે પુતિન જેવા વ્યક્તિ પર ર્નિભર રહેવા માંગો છો? આવામાં વિકલ્પ તરીકે અમે તમારા સાથી બનવા માટે ઉત્સુક છીએ.SSS