લોકરક્ષક ભરતીમાં મહિલાઓ સાથે થયો અન્નાય પાટણ ખાતે કર્યું મહિલાઓએ વિરોધ પ્રદશન
(રાજેશ જાદવ પાટણ) લોકરક્ષકની ભરતી પ્રક્રિયામાં મહિલા ઉમેદવારોને અન્નાય થયો છે જેમાં લોકરક્ષક કેડરની કુલ જાહેરાત 9713 જગ્યાની હતી જ્યારે ભરતી બોર્ડ દવારા આખરી પરિણામ 8135 ઉમેદવારોને સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે 1578 મહિલા ઉમેદવારોનું પરિણામ પેન્ડિંગ રાખેલ છે જ્યારે scbc કેટેગરીની મહિલા ઉમેદવારો સાથે અન્નાય થયો હોવાની વાત ચર્ચામાં આવી છે જેના કારણે આજે પાટણ નવજીવન હોટેલની બાજુમાં લોકરક્ષકની ભરતીમાં જે મહિલાઓને અન્નાય થયો છે એ મહિલાઓ એ વિરોધ પ્રદશન કર્યું હતું અને જે લોકરક્ષક ની ભરતીમાં ગેરરીતિ થઈ છે અને ન્યાય નહિ મળે તો મહિલાઓ એ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચાંરી છે.