લોકશાહીના મહાન તહેવારમાં લોકોનો ર્નિણય સર્વોપરી છે: ટિકૈત
નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટી ૨૦૨૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેની શાનદાર જીત પર ગર્વ અનુભવી રહી છે, જ્યારે કાર્યકરોનો ઉત્સાહ પણ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ પરિણામોને જનાદેશ તરીકે લઈને રાજકીય પક્ષોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપે તેને સુશાસન અને જનતાના વિશ્વાસની જીત ગણાવી છે. જયારે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાકેશ ટિકૈતે ટિ્વટ કરીને કહ્યું કે, લોકશાહીના મહાન તહેવારમાં લોકોનો ર્નિણય સર્વોપરી છે. ખેડૂત આંદોલને તેની અસર દેખાડી. અમને આશા છે કે જે પણ સરકારો બની છે તે પોતપોતાના રાજ્યોમાં ખેડૂતો અને મજૂરોના ઉત્થાન માટે કામ કરશે. જીત પર સૌને અભિનંદન.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે અને ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે વિજય રહી છે જ્યારે સમાજવાદી પાર્ટી બીજા નંબર પર રહી છે. આ સાથે જ કોંગ્રેસે પણ બસપાને પાછળ છોડી દીધી છે.HS