Western Times News

Gujarati News

લોકશાહીમાં નબળો નેતા ચાલે પણ અનૈતિક ના ચાલે?!

election card

અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, સ્વિટ્‌ઝર્લેન્ડ, જાપાન જેવા દેશોમાં મોટા ભાગે ફક્ત બે જ રાજકીય પક્ષો છે અને પ્રજા વારાફરથી બે પક્ષોને તક આપે છે અને આધુનિક દેશોમાં બેલેટ પેપરથી મતદાન થાય છે!!

રંગનાથને સરસ કહ્યું છે કે “અડધી રાત્રે આપણે આઝાદી મેળવી હતી પરંતુ એનું સવાર હજી થયું નથી””” ”!! જ્યારે પ્લેટો નામના તત્વચિંતકે કહ્યું છે કે “જ્યાં સુધી ફિલસૂફો સરકાર ચલાવતા ન થાય અથવા સરકાર ચલાવનારાઓ ફિલસૂફો ન થાય ત્યાં સુધી માણસોના દુઃખનો અંત આવવાનો નથી”!! જે દેશમાં નેતાઓ લોકોને જે વખતે સમજાવે છે એમાં તથ્ય શું હોઈ શકે તે સમજવાની ક્ષમતા જ્યાં સુધી લોકશાહી દેશના મતદારોમાં નહીં હોય ત્યાં સુધી નેતાઓની રાજરમત પ્રજા માટે મૂર્ખ બનવાનું કારણ બની જશે!!

ભાજપ હોય!! કોંગ્રેસ હોય!! કે પછી પ્રાદેશિક પક્ષો હોય નેતા નબળો હશે તો ચાલશે પરંતુ નૈતિકતા વગરનો હશે તો પ્રશ્નો ઉકેલવાને બદલે નવા પ્રશ્નો વધારતો જશે!! તેના કથિત પ્રધાનમંડળમાં પ્રતિભાશાળી અને જ્ઞાની લોકો નહીં હોય તો દેશની પ્રગતિ સાચી દિશામાં નહીં હોય અને જે લોકશાહી દેશમાં વિરોધ પક્ષો નબળા હશે તે દેશની પ્રજા સરકાર પાસેથી ફક્ત સુંદર વાતો કે સિવાય કશું જ પ્રાપ્ત નહીં કરી શકે!!

નેતૃત્વ નું કર્તવ્ય અને પ્રજા નું કર્તવ્ય ક્યાંય ભુલાઈ ગયું છે ત્યારે લોકશાહીમાં રાજધર્મ પર મદ્‌ ભગવદ્‌ ગીતામાં કૃષ્ણએ તેમના આદર્શ પર અદ્દભૂત પ્રકાશ પાથર્યો છે?!

પ્રાર્થના કરો એમ માનીને કે બધું પરમેશ્વર પર ર્નિભર છે કર્તવ્ય એ રીતે નિભાવો કે બધું જ માનવી પર ર્નિભર છે “કંઈક આવો સાર કૃષ્ણના સંદેશાનો છે! પરંતુ દેશનું રાજકારણ આજે હસ્તિનાપુરની રાજનીતિમાં તો કંઈ ફેરવાઈ ગયું નથી ને? રાજધર્મ સત્તા મોહ નું કારણ બને ત્યારે રાજકારણમાં ભ્રષ્ટાચાર દુરાચાર અને અનાચાર ની પરાકાષ્ઠા સર્જાય છે પરંતુ સામાન્ય પ્રજા અને તે જોવાનો દ્રષ્ટિકોણ કે સૂજ હોતી નથી!! હાલ આપણા દેશમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા કામ કરે છે પરંતુ કોઇપણ રાજકીય પક્ષનું નેતૃત્વ હોય ક્યાંય નૈતિકતા ની રાજનીતિ ભાગ્યે જ જોવા મળે છે? તેમાં પણ એક આશા જરૂર છે કે દેશની હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો મદ્‌ ભગવદ્‌ ગીતાના ઉપદેશને ઝલક દેખાડી જાય છે?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.