લોકશાહીમાં પ્રજા નક્કી કરે છે કોણ ક્યા બેસશે: અમિત ચાવડા
રાજકોટના જસદણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નરેશ પટેલે હુંકાર કરતા જણાવ્યું હતું કે, ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવા જાેઈએ. સાથે સાથે સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જાેઈએ.
હવે આવનારા દિવસોમાં પરિવર્તન આવશેઃ કોંગ્રેસ
અમદાવાદ, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવતા પાટીદાર પોલિટિક્સ એક્ટિવ થઈ ગયું છે. જસદણમાં ખોડલધામ નરેશ પટેલે ચૂંટણી પહેલા ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવા જાેઈએ. સાથે સાથે સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જાેઈએ આ નિવેદન સાથે હુંકાર કરીને ખળભળાટ મચાવી દીધો છે.
આ નિવેદનને લઈને અને તર્કવિતર્ક ચાલી રહ્યા છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના નિવેદન અંગે ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ખોડલધામ નરેશ પટેલના નિવેદનને લાગણી ગણાવી છે.
નરેશ પટેલના નિવેદન અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલના નિવેદનના અલગ અલગ અર્થ કરવામાં આવી રહ્યા છે, પરંતુ દરેક સમાજની લાગણી હોય છે કે તેમના પ્રતિનિધિ હોય. સમાજના ઉત્થાન માટે આગેવાનોની આવી લાગણી હોય છે. લોકશાહીમાં પ્રજા નક્કી કરે છે કોણ ક્યા બેસશે.
આ નિવેદનના કારણે રાજકારણમાં પાટીદારોનું વર્ચસ્વ વધારવાની વાત કરી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા પાટીદાર સરપંચની માંગ પણ નરેશ પટેલે કરી છે.
તમને જણાવી દઈએ કે નરેશ પટેલે પહેલા પાટીદાર મુખ્યમંત્રી, હવે પાટીદાર સરપંચની વાત કરતા પાટીદારોના વર્ચસ્વનો મુદ્દો ઉછળ્યો છે. નરેશ પટેલે પાટીદાર સમાજના લોકોને જણાવ્યું હતું કે, ચૂંટણીઓમાં એવી વ્યક્તિને ચૂંટજાે જે ખુરશી પર બેસ્યા બાદ સમાજને ભૂલી ન જાય અને તેની નજર સમાજ પર રહે.