લોકશાહી અંગે આપણે દુનિયાથી શીખવાની જરૂર નથી : પ્રધાનમંત્રી
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાઓને લઈ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ સરકાર પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું અભિભાષણ જાે વિપક્ષી પાર્ટીઓએ સાંભળ્યું હોત તો સારું થાત. મોદીએ કહ્યું કે, સમગ્ર દુનિયા એક મોટા સંકટ સામે સંઘર્ષ કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સારું થાત કે વિપક્ષ રાષ્ટ્રપતિનું ભાષણ સાંભળતો, પરંતુ તેમના ભાષણનો પ્રભાવ એટલો છે કે વિપક્ષ સાંભળ્યા વગર પણ આટલું બધું તેમના ભાષણ પર બોલી શક્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના સંકટ આવ્યો તો ભારત માટે દુનિયા ચિંતિત થઈ હતી.
જાે ભારત પોતાની જાતને સંભાળી ન લેત તો દુનિયા માટે સંકટ હશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા કરવા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડી. પરંતુ આજે દુનિયા આ વાત પર ગર્વ કરી રહ્યો છે કે ભારતે આ લડાઈ જીતી છે. આ લડાઈ કોઈ સરકાર કે વ્યક્તિની જીત નથી, પરંતુ હિન્દુસ્તાનને તેની ક્રેડિટ જાય છે. વડાપ્રધાને કહ્યું કે, કોરોના કાળ સામે ભારત જંગ જીત્યું. તેના કારણે સમગ્ર દુનિયા ભારતના વખાણ કરી રહી છે
પરંતુ વિપક્ષ મજાક ઉડાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશ હવે આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, એવામાં દરેકનું ધ્યાન દેશ માટે કંઈક કરવું જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે, સંકટના સમયમાં દુનિયાની નજર ભારત પર છે. વડાપ્રધાને આ દરમિયાન મૈથિલીશરણ ગુપ્તની કવિતા ‘અવસર તેરે લિએ ખડા હૈ, ફિર ભી તૂ ચૂપચાપ પડા હૈ’ પણ ગૃહમાં રજૂ કરી.
નોંધનીય છે કે, ખેડૂત આંદોલનને વિપક્ષી પાર્ટીઓનો ટેકો મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ભારત સરકાર નવા કૃષિ કાયદાઓને પરત લે, તેઓ સંશોધન માટે તૈયાર નથી. સંસદના બજેટ સત્રના પહેલા ચરણ દરમિયાન રાજ્યસભાના શરૂઆતના ૬ દિવસોમાં ખૂબ કામકાજ થયું અને કાર્યવાહીનો ૮૨.૧૦ ટકા સમય ચર્ચાઓ અને કામકાજમાં ઉપયોગ કરવામાં આવ્યો. ઓફિશિયલ નિવેદન મુજબ, કાર્યવાહી દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ઉચ્ચ ગૃહમાં ૧૫ કલાક ચર્ચા થઈ.
વડાપ્રધાન મોદી આ ચર્ચા પર સોમવારે પ્રશ્નકાળમાં જવાબ આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લી ત્રણ બેઠકમાં ગૃહમાં પ્રસ્તાવ પર ચર્ચા મુખ્ય કાર્ય રહ્યું જેમાં ૨૫ પાર્ટીઓના ૫૦ સભ્યોએ ભાગ લીધો. તેમાં કહેવામાં આવ્યું છે કે કાર્યવાહી માટે કુલ ૨૦ કલાક ૩૦ મિનિટ નો સમય નક્કી થયો હતો જેમાંથી ૪ કલાક ૧૪ મિનિટનો સમય ૩ ફેબ્રુઆરીએ હોબાળાના કારણે બરબાદ થયો. જાેકે, શુક્રવારે ગૃહના સભ્ય નિયત સમયથી ૩૩ મિનિટ વધુ સમય સુધી કાર્યવાહીમાં સામેલ થયા.