લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા તેઓની ૩ દિવસીય ગુજરાત મુલાકાત અર્થે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. લોકસભા અધ્યક્ષશ્રીની સાથે લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી અધીર રંજન ચૌધરી પણ પધાર્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર મહાનુભાવોના સ્વાગત વેળાએ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપા અધ્યક્ષ તથા સાંસદ શ્રી સી.આર.પાટીલ, જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે અને પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તા.૨૫ અને ૨૬ ના રોજ કેવડીયા ખાતે દેશના રાજ્યોની વિધાનસભાઓના અધ્યક્ષશ્રીઓની ૮૦ મી વાર્ષિક પરિષદ યોજવામાં આવી રહી છે.