લોકસભાના પ્રશ્નકાળમાં સમગ્ર હોલમાં માત્ર એક સાંસદ હાજર
નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પૂરજાેશમાં ચાલી રહ્યો છે અને પક્ષોએ મોટાભાગના સાંસદોને ચૂંટણી પ્રચારમાં ઉતારી દીધા છે.
જેની અસર લોકસભાના બજેટ સત્ર પર દેખાઈ રહી છે. બજેટ સત્રના બીજા તબક્કામાં લોકસભાનો નજારો જાેવા લાયક હતો. લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન સમગ્ર હોલમાં માત્ર એક જ સાંસદ હાજર જાેવા મળ્યા હતા.
પ્રશ્નકાળ દરમિયાન કુલ સાત સવાલ પૂછવામાં આવ્યા હતા પણ સવાલ પૂછનારા સાંસદો ગાયબ હતા.માત્ર કેરાલાના સાંસદ મુરલીધરન હજાર હતા અને તેમને આ આ વખતે કોંગ્રેસે વિધાનસભા માટે બનાવ્યા છે.
બજેટ સત્રમાં સંસદની કાર્યવાહી શરુ થયા બાદ ૨૦ ટકા જ સાંસદો સંસદમાં પહોંચ્યા છે અને આ દરમિયાન સંસદ ભવનમાં પણ સન્નાટો હતો. ટ્રેઝરી બેન્ચ પર ત્રણ લોકો અને એક જ સાંસદ નજરે પડ્યા હતા.
કેન્દ્ર સરકારના મોટાભાગના મંત્રીઓ પણ હાલમાં પશ્ચિમ બંગાળમાં પ્રચારમાં વ્યસ્ત છે અને ભાજપે તો સંખ્યાબંધ સાંસદોને પણ બંગાળમાં ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે.