લોકસભામાં અધીર રંજને ચીનનો મુદ્દો ઉઠાવ્યો તો અધ્યક્ષે રોકી દીધા
નવીદિલ્હી, ચોમાસુ સત્રના પહેલા દિવસે લોકસભાની કાર્યવાહી સવારે ૯ વાગે શરૂ થઇ આ વર્ષ ૧૫ સાંસદોના નિધન પર શોક પ્રગટ કર્યા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહના કામકાજના નિયમ બતાવ્યો તેમણે સાંસદોને સમજાવ્યા કે કોવિડને કારણે કાર્યવાહીમાં શું પરિવર્તન આવ્યું છે. વિરોધ પક્ષોએ પ્રશ્નોતરી રદ કરવાનો વિરોધ કર્યો અને સરકાર પર સવાલોથી બચવાનો આરોપ લગાવ્યો સરકારે કહ્યું કે આ અસાધારણ પરિસ્થિતિ છે જેમાં રાજનીતિક પક્ષોએ સહયોગ કરવો જાેઇએ.
લોકસભા અધ્યક્ષે સાંસદોને કાર્યવાહીનું સંચાલનમાં પુરો સહયોગ માંગ્યો તેમણે કહ્યું કે અસાધારણ પરિસ્થિતિઓની વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઇ છે લોકસભા સભ્ય અને રાજયસભાના સભ્ય લોકસભા કક્ષમાં બેસશે. લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ અચાનક ચીન સીમા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો તેમણે ચેયર દ્વારા રક્ષા મંત્રીને સંબોધિત કરી રહ્યું કે અનેક મહીનાથી હિન્દુસ્તાનના લોકો ભારે તનાવમાં છે કારણ કે અમારી સીમામાં ચીન આટલું જ બોલતા જ અધ્યક્ષે તેમને અટકાવલ્યા હતાં અને કહ્યું કે તેના પર બિઝનેસ એડવાયઝરી કમિટિમાં બેઠક થશે હવે ચર્ચા નહીં ત્યારબાદ તેમણે આગામી સાંસદને બોલવા માટે આમંત્રિત કર્યા હતાં અધીરે ફરી આજે અખબારમાં છપાયેલ એક રિપોર્ટનો ઉલ્લેખ કર્યો પરંતુ અધ્યક્ષે કહ્યું કે સંવેદનશીલ મુદ્દા પર સંવેદનશીલ રીતે પોતાની વાત કહેવી જાેઇએ વિરોધ પક્ષ સાંસદોએ સરકાર તરફથી પ્રશ્નોતરી ખતમ કરવાની ટીકા કરી કોંગ્રેસના અધીર રંજન ચોધરીએ કહ્યું કે પ્રશ્નોતરી સોનેરી કાળ છે.
પરંતુ તમે કહો છો કે પરિસ્થિતિઓ પહેલા આ હોઇ શકે નહીં તમે કાર્યવાહી ચલાવો છો પરંતુ પ્રશ્નોતરીને હટાવી દો છો તમે લોકતંત્રનું ગળુ દબાવી રહ્યાં છો. ગૃહમાં ફકત લેખિત પ્રશ્ન લેવામાં આવશે એઆઇએમઆઇએમના ઓવેસી,કોંગ્રેસના મનીષ તિવારી અને ટીએમસીના કલ્યાણ બેનર્જીએ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જાેશીએ વિરોધપક્ષના આરોપો પર કહ્યું કે સરકાર ચર્ચાથી ભાગી રહી નથી જયારે રક્ષા મંત્રીએ કહ્યું કે સરકારને ઘેરવા માટે શૂન્યકાળનો પ્રયોગ કરી શકાય છે.HS