લોકસભામાં કોંગ્રેસ કરી રહી છે નવા નેતા પર વિચાર, રાહુલ ગાંધી રેસમાં સૌથી આગળ
નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટીની અંદરના અઢળક આંતરીક વિખવાદથી લડી રહી છે. પંજાબમાં જે થઈ રહ્યું છે તે દેશની સામે છે. ત્યારે લોકસભામાં કોંગ્રેસના નવા નેતા મળવાની આશા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મુજબ રાહુલ ગાંધી આ પર માટે એક મુખ્ય દાવેદાર છે. પાર્ટીમાં મોટા ફેરફારની વચ્ચે કોંગ્રેસ પાર્ટી તરફથી એકવાર ફરી કંઈ પણ સત્તાવાર નથી થયુ. કેમ કે રાહુલ ગાંધીની ઉપર ર્નિભર છે કે તે શું ઈચ્છે છે. સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બન્ને ઈચ્છે છે કે રાહુલ આ ભૂમિકા સ્વીકારે. સૂત્રો મુજબ કોંગ્રેસ તરફથી જલ્દી મોટા સમાચાર મળશે.ત્યારે આ અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીન સુરજેવાલાએ ટિપ્પણી કરવાથી ઈન્કાર કરી દીધો છે. આ લોકસભાના નેતા પ્રતિપક્ષના રાહુલ ગાંધીના હોવાથી કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી પણ થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યાનુંસાર જાે રાહુલ સ્વીકાર કરે છે તો કોંગ્રેસ અધ્યક્ષના પદ પર પરિવારમાંથી બહારના કોઈ વ્યક્તિને બેસાડી શકાય છે. કેટલાક એવા જે ૨૩ કોંગ્રેસ નેતાઓના ગ્રુપની માંગોને પુરી કરી શકે. જે આંતરિક ચૂંટણીની માંગ કરી રહ્યા છે. જાે કે કોંગ્રેસ અધ્યક્ષ પર
ર્નિણય બાદના ચરણમાં લઈ શકાય છે . વર્તમાન અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના કાર્યકાળ ૨૦૨૨ સુધી છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ એક સંસદ સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે લોકસભાના નેતા હોવા અને તેમના કામની બાદબાકી કરવી આટલી સરળ નથી. આ રાહુલના સાંસદ બનવામાં વિધ્ન પેદા કરી શકે છે અને કેટલાક માપદંડો પર કોંગ્રેસ અધ્યક્ષ હોવાની સરખામણી બહું અઘરુ કામ છે. ગાંધી પર મોટા ભાગે ભાજપ દ્વારા તેમની સંસદમાં ઓછી હાજરી અને સંસદિય સમિતિની સુનવણીમાં નિયમિત ન હોવા માટે હુમલો કરવામાં આવતો રહ્યો છે.