લોકસભામાં CBI અને ED ડાયરેક્ટરનો કાર્યકાળ ૫ વર્ષ સુધી લંબાવવા માટેનું બિલ પાસ
નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટરનો કાર્યકાળ બે વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવા માગતા બિલને લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. આ બિલનો વિરોધ પક્ષોએ જાેરદાર વિરોધ કર્યો છે.
લોકસભામાં સત્તાધારી ભાજપના નેતાઓએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે મોદી સરકાર યથાસ્થિતિ જાળવવા માટે નથી આવી, પરંતુ પરિવર્તન માટે આવી છે અને બંને બિલની દિશામાં છે. મોટા ગુનાઓ અટકાવવા અને દેશને મજબૂત બનાવવા માટે અસરકારક સિસ્ટમ બનાવવી મહત્વપૂર્ણ છે.વિધેયકોને ચર્ચા અને પસાર કરવા માટે મૂકતા, કર્મચારી અને જાહેર ફરિયાદોના રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ગૃહમાં બિલ રજૂ કરતી વખતે પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ સુધારા અંગે જેટલો મોટો વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે
બીજેપી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું, “આજે વિશ્વમાં જે ગુનાઓ થઈ રહ્યા છે તેના તાર ઘણા દેશો સાથે જાેડાયેલા છે. આવી સ્થિતિમાં, જરૂરી છે કે આપણે એવા કાયદા બનાવીએ જેને વિશ્વના અન્ય દેશો સમજે અને તેનું સન્માન કરે. “આ બિલ અમારા વિભાગોને તાકાત આપે છે જેથી કરીને તેઓ ગુનાઓ સામે અસરકારક રીતે લડી શકે,”
કોંગ્રેસના મનીષ તિવારીએ પણ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે આ બિલો મનસ્વી રીતે લાવવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે “ઇડી અને સીબીઆઇ ડાયરેક્ટર્સનો કાર્યકાળ બે વર્ષથી લંબાવીને એક વર્ષથી પાંચ વર્ષ કરવા માટે સરકારનું પગલું એ અધિકારીઓને તે મુજબ કાર્ય કરવા માટેનો પ્રયાસ છે”.
ચર્ચામાં ભાગ લેતા ડીએમકેના એ. રાજાએ કહ્યું કે આ બિલ તમામ બંધારણીય મૂલ્યોને બાયપાસ કરીને લાવવામાં આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે આ સુધારો સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન અને સંસદીય પ્રણાલીની મજાક ઉડાવનાર છે.