લોકસભામાં SPG એમેન્ડમેન્ટ બિલને મંજુરી બિલ પસાર
નવીદિલ્હી: લોકસભામાં બુધવારે એસપીજી એમેન્ડમેન્ટ બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. બદલાની રાજનીતિના કોંગ્રેસના આરોપ અંગે ગૃહમંત્રીએ કહ્યું હતુ ંકે, ભાજપના સંસ્કારોમાં નહી પરંતુ કોંગ્રેસની ઓળખ છે.
નામ લીધા વગર ગાંધી પરિવાર આક્ષેપ કરતા અમિત શાહે કહ્યું હતું કે, હજુ સુધી એસપીજી સુરક્ષાના નિયોમાં જે પણ ફેરફાર થયા હતા તે માત્ર એક પરિવારને ધ્યાનમાં રાખીને કરાયા હતા. પ્રથમ વખત વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનની સુરક્ષા માટે છે. આનો સ્ટેટસ સિમ્બોલ તરીકે ઉપયોગ કરવામાં આવશે નહીં.
લોકસભામાં જારદાર ચર્ચા બાદ એસપીજી એમેન્ડમેન્ટ બિલને મંજુરી આપી દેવામાં આવી છે. ગાંધી પરિવારની સુરક્ષાની સાથે સમજુતીના કોંગ્રેસના આક્ષેપો પર ગૃહમંત્રીએ કહ્યું હતું કે, પ્રથમ તેમની સુરક્ષામાં જેટલા સુરક્ષા કર્મી હોય છે અને હજુ પણ તેના જેટલા અને તેનાથી વધારે જ સુરક્ષા હશે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારની વાતો જનતા સામે લાવવામાં આવી રહી છે કે, એસપીજી એક્ટને ગાંધી પરિવારની સુરક્ષાને હટાવવા માટે લાવવામાં આવી રહ્યો છે પરંતુ આ વાસ્તવિકતા નથી.
એવી પણ વાત જનતા સમક્ષ લાવવામાં આવી છે કે, ગાંધી પરિવારની સરકારને ચિંતા બિલકુલ ચિંતા નથી. હું કહેવા માંગુ છું કે, સુરક્ષા હટાવી નથી પરંતુ સુરક્ષા બદલવામાં આવી છે. તેમને ઝેડ પ્લસ સીઆરપીએફ છત્ર, એએસએલ અને એમ્બ્યુલન્સની સાથે સુરક્ષામાં આપવામાં આવી રહી છે.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, એસપીજી પ્રોટેક્શન માત્ર વડાપ્રધાન અને તેમના પરિવારના એવા સભ્યોને જે વડાપ્રધાનના આવાસમાં તેમની સાથે રહે છે તેમને આપવામાં આવી છે. અમિત શાહે કહ્યું હતું કે, એસપીજી સુરક્ષાના નિયમોને માત્ર એક પરિવારને ધ્યાનમાં રાખીને બદલવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતુ ંકે, એસપીજી બને છે કેવી રીતે. એસપીજીના સુરક્ષા જવાનો કોઇ બહારથી નથી આવતા તે સીઆરપીએફના જવાનો જ હોય છે, બીએસએફના જવાનો જ હોય છે. તેમનું કામ વડાપ્રધાનની સુરક્ષાનું હોય છે.