લોકસભા વડાપ્રધાન માસ્કમાં તો અનેક સભ્ય ફેસ શીલ્ડમાં નજરે પડયા
નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારીથી જાેડાયેલ દિશાનિર્દેશોનું પાલન કરતા આજે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું લોકસભાની બેઠકમાં સામેલ થયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મંત્રી અને સભ્ય માસ્ક પહેરીને પહોંચ્યા હતાં અને સામાજિક અંતરનું અનુપાલન સુનિશ્ચિત કર્યું. વડાપ્રધાન મોદીએ લીલા રંગનું થ્રી પ્લાઇ માસ્ક પહેરી રાખ્યુ હતું તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને મધુબની માસ્ક પહેર્યું હતું તૃમણૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી તથા કેટલાક સભ્ય ફેસ શીલ્ડ પહેરી ગૃહમાં આવ્યા હતાં.
ગૃહમાં બેસવાની બદલાયેલી વ્યવસ્થા વચ્ચે અનેક સભ્યોને તેમના સ્થાન સુધી પહોચાડવામાં સહાયક મદદ કરતા નજરે પડી રહ્યાં હતાં. લોકસભા ચેમ્બરમાં લગભગ ૨૦૦ સભ્યો હાજર હતાં તો લગભગ ૩૦ સભ્ય ગેલેરીમાં હતાં લોકસભા ચેમ્બરમાં જ એક મોટું ટીવી સ્ક્રીન લગાવવામાં આવ્યું હતું જેના માધ્યમથી રાજયસભા ચેમ્બરમાં બેઠેલ લોકસભાના સભ્ય પણ નજરે પડી રહ્યાં હતાં. એ યાદ રહે કે કોરોના વાયરસ મહામારી વચ્ચે સામાજિક અંતર સુરક્ષિત કરવા માટે સભ્યોના લોકસભા ચેમ્બર ગેલેરીની સાથે રાજયસભામાં પએ બેસાડવામાં આવ્યા હતાં ચોમાસુ સત્રના પહેલા દિવસે લોકસભાની કાર્યવાહી પરંપરા અનુસાર રાષ્ટ્રગીત સાથે થઇ હતી. ગૃહમાં વડાપ્રધાન મોદીના પહોંચવા પર સતાધારી પક્ષના સભ્યોએ તાલીઓ વગાડી તેમનું અભિવાદન કર્યું અને ભારત માતા કી જયના સુત્રોચ્ચાર પણ કર્યા હતાં.
સત્તાધારી તરફથી પહેલી પંક્તિમાં વડાપ્રધાન મોદી,રક્ષા મંત્રી રાજનાથસિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર હાજર હતાં આ સાથે જ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને સરકારના અનેક અન્ય મંત્રી પણ હાજર હતાં
વિરોધ રક્ષ તરફથી ગૃહમાં કોંગ્રેસના નેતા રંજન ચૌધઝરી અને અનેક અન્ય સભ્યો હાજર હતાં હિરાસતમાંથી મુકત થયેલ ફારૂક અબ્દુલ્લા પહેલીવાર લોકસભા પહોંચ્યા અધીર ચૌધરી,સુપ્રિયા સુલે દયાનિધિ મારન અને કેટલાક અન્ય સભ્યએ તેમનું સ્વાગત કર્યું અનેક સભ્યોએ એક બીજાનું અભિવાદન કર્યું હતું.
ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, જાણીતા ગાયક પંડિચ જસરાજ વર્તમાન લોકસભા સભ્ય વસંતકુમાર અને ૧૩ પૂર્વ સભ્યોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી ત્યારબાદ કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવી
ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા સંસદ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ હંમેશાની જેમ પોતાની પારંપારિક સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે તેમને આશા છે કે સંસદ એક થઇ આ સંદેશ આપશે કે સમગ્ર દેશ જવાનોની સાથે ઉભેલ છે.HS