લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી બની IAS
નવી દિલ્હી, લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલા પહેલા જ પ્રયત્નમાં આઈએએસ બનવામાં સફળ થઈ છે.
આઈએએસ માટે તેની પસંદગી થયા બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે.અંજલિએ પોતાની સફળતાનુ શ્રેય પોતાની મોટી બહેન આકાંક્ષા બિરલાને આપ્યુ છે.આઈએએસ તરીકે અંજલિ મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં કામ કરવા માંગે છે.આઈએએસ માટે તેની પસંદગી થયા બાદ ઓમ બિરલાના કોટા સ્થિત નિવાસ સ્થાને ઉજવણી થઈ હતી.
અંજલિએ કહ્યુ હતુ કે, મારી મોટી બહેને મને સતત મોટિવેટ કરી હતી.તે હંમેશા મારી સાથે રહી હતી.પરીક્ષાથી લઈને ઈન્ટરવ્યૂ સુધીની રણનીતિ બનાવવામાં તેનો પૂરો સહયોગ મને મળ્યો હતો.હું રોજ 10 થી 12 કલાક પરીક્ષા માટે તૈયારી કરતી હતી.પરીક્ષા માટે તેણે પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ રિલેશન્સ વિષયની પસંદગી કરી હતી.
અંજલિએ દિલ્હીની કોલેજોમાંથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યા બાદ આઈએએસની પરીક્ષા આપી હતી અને પહેલા જ પ્રયત્નમાં તેણે આઈએએસ બનવાની સિધ્ધિ હાંસલ કરી છે.