લોકસભા ૨૦૧૯ની સરખામણીમાં દરેક વિધાનસભા ચુંટણીમાં એનડીએના મતોની ટકાવારી ઘટી છે

પટણા, બિહારમાં એનડીએને ૧૨૫ બેઠકો પર જીત હાંસલ થઇ છે અને બહુમતિનો આંકડો હાંસલ કરી લીધો છે જાે કે મતોની ટકાવારીની વાત કરીએ તો ૨૦૧૯ની સામાન્ય ચુંટણીની સરખામણીમાં એનડીએના મતોની ટકાવારી ધટી છે.આ ચુંટણીમાં નીતીશકુમારને ભારે નુકસાન થયું છે આમ છતાં ભાજપના દમ પર એનડીએ જાદુઇ આંકડા હાંસલ કર્યો છે.
આંકડાઓની વાત કરીએ તો ૨૦૧૫ની સરખામણીમાં એનડીએના મતોની ટકાવારી ૫ ટકા ઓછી થઇ ગઇ છે તો મહાગઠબંધનના મતોમાં ૮ ટકાનો વધારો થયો છે આ ચુંટણીમાં ભાજપને ૨૦૧૯ની સામાન્ય ચુંટણીની સરખામણીમાં ૪ ટકા મતોનું નુકસાન થયુ ંછે ભાજપને ૧૯.૭ ટકા મત મળ્યા છે જયારે જદયુને ૬ ટકા મતોનું નુકસાન થયું છે.
૨૦૧૯ની સામાન્ય ચુંટણીની સરખામણીમાં પાર્ટીને છ ટકા ઓછી મત મળ્યા વાત કરીએ રાજદ અને કોંગ્રેસની તો મતોની ટકાવારીના મામલામાં આ અનુક્રમે ૮ અને ૯.૪ ટકાના લાભમાં રહ્યો છે જાે કે આ મત બેઠકોમાં બદલી શકાઇ નથી
૨૦૧૯માં થયેલ લોકસભા ચુંટણીમાં એનડીએએ બિહારમાં ૨૦૦ વિધાનસભા ક્ષેત્રોમાં પરચમ લહેરાવ્યો હતો તેમાં ૪૦માંથી ૩૯ લોકસભા બેઠકો પણ હાંસલ કરી હતી લોકસભા ચુંટણીમાં એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઇ હતી જયારે રાજદના સુપડા સાફ થઇ ગયા હતાં.
લોકસભાની ચુંટણી બાદ મહારાષ્ટ્ર હરિયાણા ઝારખંડ દિલ્હી અને બિહારમાં ચુંટણી થઇ આ તમામ જગ્યાઓ પર એનડીએના મતોની ટકાવારીમાં ઘટાડો થયો છે. બિહારની વિધાનસભા ચુંટણીમાં લોકસભા ચુંટણીની સરખામણીમાં એનડીએની મતોની ટકાવારી ૧૬ ટકા થઇ ૩૮.૨ ટકા થઇ ગઇ જે સામાન્ય ચુંટણીમાં ૫૦.૩ ટકા હતી. દિલ્હીમાં ૧૨.૧ ટકા ઝારખંડમાં ૨૧.૯ ટકા હરિયાણામાં ૨૧.૫ ટકા અને મહારાષ્ટ્રમાં ૪૨.૨ ટકા મતોનું નુકસાન ઉઠાવવું પડયુ વર્તમાનમ્ આ રાજયોમાંથી ફકત હરિયાણામાં જ ભાજપની સરકાર છે. ત્યારબાદ બિહારમાં એનડીએ નીતીશ કુમારના નેતૃત્વમાં સરકાર બનાવવા જઇ રહી છે.HS