Western Times News

Gujarati News

લોકોએ શાંતિથી જીવવું જાેઈએ અને જીવવા દેવું જોઈએ: અર્જુન

મુંબઈ, અર્જુન કપૂર ઘણા સમયથી મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં છે. બંને વચ્ચે ઉંમરમાં ૧૨ વર્ષનો તફાવત છે. અર્જુન કપૂરની ઉંમર ૩૬ વર્ષ છે જ્યારે મલાઈકા અરોરાની ઉંમર ૪૮ વર્ષ છે, જેના કારણે એક્ટર ઘણીવાર ટ્રોલ પણ થતો રહે છે. હાલમાં જ તેણે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં અર્જુન કપૂરે કહ્યું હતું કે, તે મીડિયા જ છે જે લોકોની કોમેન્ટ્‌સ જુએ છે. જ્યાં સુધી ટ્રોલિંગની વાત છે તો, અર્જુન કપૂરે કહ્યું હતું કે, તેઓ એ જ લોકો છે જેઓ જ્યારે તેને મળે છે ત્યારે તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે. વધુમાં અર્જુન કપૂરે ઉમેર્યું હતું કે, તે તેના અંગત જીવનમાં જે કંઈ કરી રહ્યો છે તે તેનો વિશેષાધિકાર છે.

જ્યાં સુધી તેના કામની ઓળખ થઈ રહી છે, ત્યાં સુધી બાકીના બધા તેના માટે માત્ર ખૂબ જ ઘોંઘાટ છે. તેના કહેવા પ્રમાણે, કોની ઉંમર કેટલી છે કે અંગે તમે પરેશાન ન થઈ શકો, તેથી લોકોએ શાંતિથી જીવવું જાેઈએ અને જીવવા દેવું જાેઈએ તેમજ આગળ વધવું જાેઈએ.

અર્જુને ઉંમરના આધારે સંબંધને સંદર્ભિત કરવાના વિચારને મૂર્ખ પ્રક્રિયા ગણાવી હતી. પ્રેમ અને રિલેશનશિપને લાંબા સમય સુધી છુપાવ્યા બાદ, કપલ ઘણા સમયથી એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કરતા રહે છે.

જણાવી દઈએ કે, અર્જુન કપૂરને કોરોના થયો હોવાથી હાલ તે આઈસોલેશનમાં છે અને તેથી જ તે મલાઈકા સાથે ન્યૂ યર મનાવી શક્યો નહોતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અર્જુન કપૂર મોહિત સૂરીની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જાેવા મળવાનો છે. જેમાં જ્હોન અબ્રાહમ, દિશા પાટની અને તારા સુતારિયા પણ લીડ રોલમાં છે. આ સિવાય, તે ‘કુત્તે’ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે, જેમાં નસરુદ્દીન શાહ, તબુ, કોંકણા સેન શર્મા અને રાધિકા મદન પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.