Western Times News

Gujarati News

લોકોએ સરકાર પર વિશ્વાસ મુક્યો છેઃ મોહન ભાગવત

(પ્રતિનિધિ દ્વારા) નાગપુર : મહારાષ્ટ્ર નાગપુરમાં રાષ્ટ્રીય સેવક સંઘના ઉજવવામાં આવી રહેલ ખાસ કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવત જેઓ સમારંભમાં ઉત્સાહી હતા. તેમણે જણાવ્યુ હતુ કે દેશ આજે પ્રગતિ સાધી રહ્યો છે. વિદેશમાં પણ આગવી પ્રતિભા મેળવવાથી ઘણાને ખુંચે છે. પરંતુ સમાજના મોટાભાગના લોકોએ સરકારમાં મુકેલા વિશ્વાસે દેશની પ્રતિભા દેશ-વિદેશમાં ફેલાવી રહેશે.

દેશમાં સરકારે ઘણા ક્રાંતિકારી કામો કર્યા છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાં ઉઠાવી લેવામાં આવેલી ૩૭૦ કલમ મુખ્ય છે. કલમ ઉઠાવવાને કારણે કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ છે. પરંતુ તેને પણ ઘણા ઉંધા ચશ્મોથી જુએ છે. શરીરમાં બિમારી હોય તે એકદમ દૂર થતી નથી.

પરંતુ દવા અને સારવાર કરાવવાથી ધીમે ધીમે દુર થતી હોય છે એવું જ સરકારનું છે.
આજે દેશમાં જનતાએ સરકાર પર વિશ્વાસ મુક્યો છે. સંભવ છે કે દેશમાં થઈ રહેલી પ્રગતિની માહિતી છેવાડા સુધી ન પણ પહોંચી હોય, પરંતુ સરકારે જે કામો કર્યા છે અને કરી રહી છે તે જનસમાજ માટે લાભદાયી છે. આ સમારંભમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત  રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.