Western Times News

Gujarati News

લોકોના જીવ, આજીવિકા બચાવવાની દિશામાં કરે કરી રહી છે : નાણાં મત્રી

નવીદિલ્હી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિવિધ કારોબારી અને ઉદ્યોગ મંડળોના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી તેમણે ટેલીફોન પર આ વાતચીત કરી આ વાતચીત દરમિયાન તેમણે વેપારી અને ચેમ્બરના પ્રતિનિઘિઓને ઇડસ્ટ્રી અને એસોસિએશનથી જાેડાયેલ મુદ્દા પર વિચારણા કરી સીતારમણે ટ્‌વીટ કરી રહ્યું કે કેન્દ્ર સરકાર વિવિધ સ્તરો પર કોવિડ ૧૯ મહામારીનો સામનો કરી રહી છે લોકોના જાન અને આજીવિકા માટે રાજય સરકારોની સાથે મળી કામ કરી રહી છે.

તેમણે પોતાના ટ્‌વીટમાં લખ્યું કે મેં બિઝનેસ અને ચેમ્બરથી જાેડાયેલ આ પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી ઇડસ્ટ્રી અને એસોસિએશનથી જાેડાયેલ આ મુદ્દા પર તેમનો મત લીધો તેમણે એ વાતને લઇ સૂચિત કર્યા કે ભારત સરકાર વિવિધ સ્તર પર કોવિડ મેનેજમેંટમાં લાગેલ છે જીવન અને આજીવિકા માટે રાજય સરકારોની સાથે મળી કામ કરી રહી છે.

નાણાંમંત્રીએ કોટક મહિન્દ્ર બેંકના સીઇઓ ઉદય કોટક ફેડરેશન ઓફ ઇડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇડસ્ટ્રીના ઉદય શંકર,બંગાળ ચેમ્બર ઓફ કોમર્સના દેવ મુખર્જી બેંગ્લોર ચેમ્બર ઓફ કોમર્સના કે ટી આર પરશુરામ અને હીરો મોટો કોર્પના પવન મુંજાલની સાથે વાત કરી આ પહેલા રવિવારે સીતારમણે દેશના ઉદ્યોગ જગતને એ વાતને લઇ આશ્વસ્ત કર્યું કે આ વખતે દેશવ્યાપી લોકડાઉન નહીં લગાવવામાં આવે એ યાદ રહે કે કોરાના વાયરસની બીજી લહેરમાં દેશભરમાં આ વખતે પણ લોકડાઉન લગાવવાની અટકળો લગાવવામાં આવી રહી હતી તેનાથી એકવાર ફરી અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભુ થઇ રહ્યું છે. આ કારણથી નાણાંમંત્રી તરફથી આ નિવેદન આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.